Svg%3E

દેશની મુલાકાતે આવતા કેટલાએ સહેલાણીઓ હજી પણ ભારતની વણખેડાયેલી જગ્યાઓ વિષે જાણતા નહીં હોય. અહીં ભારતમાં છૂપાયેલી કેટલીક જગ્યાઓ વિષેની યાદી આપવામાં આવી છે.

તરકાર્લી બિચ, મહારાષ્ટ્ર.Svg%3E

મુંબઈથી માત્ર થોડા કલાકના અંતરે જ આ જગ્યા આવેલી છે. આ જગ્યા કાર્લી નદી જ્યાં અરેબિયન સમુદ્રને મળે છે ત્યાં સ્થીત છે. તારકાર્લીમાં તમને સમુદ્રના પાણીનું સ્વચ્છ ચીત્ર જોવા મળશે. આ સાહસ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે ખાસ કરીને તેમના માટે જેઓ સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલીંગના શોખીનો માટે.

મજુલી, આસામSvg%3E

આસામ મજુલી આસામની વિશાળ નદી બ્રહ્મપુત્રા પર આવેલો વિશાળ ટાપુ છે. જે વિશ્વનો નદીમાં આવેલો સૌથી મોટો ટાપુ પણ ગણાય છે. યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ નેચરલ હેરિટેજ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. નદીમાં આવેલા આ ટાપુ પર સેંકડો વર્ષો જુની આસામી સંસ્કૃતિના અવશેષો એવા પ્રાચીન હથિયારો, વાસણો, આભૂષણો અને અન્ય વસ્તુઓ સંચવાયેલી પડી છે.

તવાંગ, અરુણાચલ પ્રદેશSvg%3E

અરુંણાચલ પ્રદેશમાં આવેલું ધી ટ્રન્ક્વીલ હિલ સ્ટેશન તે તેના અદ્ભુત પ્રાકૃતિક દ્રશ્ય માટે અને કુદરતી સુંદરતા માટે જાણીતું છે. આ સ્થળને ભારતના સૌથી ગુપ્ત સ્થળોમાંનું એક ગણવામાં આવે છે કારણ કે ત્યાં પહોંચવું ખુબ જ પડકાર જનક છે કારણ કે ત્યાંનું હવામાન ખુબ જ કઠોર છે અને ત્યાં સતત લેન્ડસ્લાઇડ થયે રાખે છે.

પાનગોન્ગ લેક, લદ્દાખ, જમ્મુ એન્ડ કાશ્મિરSvg%3E

લદ્દાખમાં આવેલું પાનગોન્ગ સ્તો ફિલ્મ ‘3 ઇડિયટ્સથી’ પ્રવાસીઓનું જાણે બકેટ લીસ્ટ સ્થળ બની ગયું છે. તે હિમલાયના ઉંચા પહાડો પર આવેલું છે.

લેપચાજગત, પશ્ચિમ બંગાળSvg%3E

પશ્ચિમ બંગાળના દાર્જીલીંગની નજીક આવેલું સ્થળ લેપચાજગતને ભારતના સૌથી ગુપ્ત સ્થળોમાં ગણવામાં આવે છે. આ અજાણી જગ્યા ઓક વૃક્ષના ઘનઘોર જંગલમાં આવેલી છે. આ જગ્યા દાર્જીલીંગની ખુબ જ નજીક આવેલી હોવા છતાં સહેલાણીઓ આ જગ્યાની મુલાકાત લેવાનું ચુકી જાય છે.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *