Svg%3E

પ્રથમ વિશ્વયુદ્ધ વિષે તો તમે ઇતિહાસના પુસ્તકોમાં વાંચ્યું જ હશે. વર્ષ 1914 થી 1918 એમ ચાર વર્ષ સુધી ચાલેલું આ વિશ્વયુદ્ધ યુરોપ, એશિયા અને આફ્રિકા ખંડોના દેશી જમીન, આકાશ અને દરિયામાં લડાયું હતું. પરંતુ ખાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધને યુરોપનું મહાયુદ્ધ જ કહેવાય છે. હવે ઇતિહાસની વધુ વાત આગળ વધારતા પહેલા પેહલા આપણે એ જાણીએ કે આખરે આ યુદ્ધ શા માટે લડાયું હતું અને દુનિયા પર તેનું શું પરિણામ આવ્યું ? અસલમાં આ યુદ્ધમાં ભાગ લેનાર દેશોની સંખ્યા, જે ભૂમિમાં તે લડાયું તેનું ક્ષેત્રફળ અને તેનાથી થયેલા નુકશાનના ભયાનક આંકડાઓને કારણે જ તેને વિશ્વયુદ્ધ કહેવામાં આવે છે.Svg%3E

કહેવાય છે એક પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ અડધી દુનિયા હિંસાની આગમાં હોમાઈ ગઈ હતી અને આ દરમિયાન લગભગ એક કરોડ જેટલા માણસોના મૃત્યુ થયા હતા જયારે બે કરોડ જેટલા માણસો ઘાયલ થયા હતા. એ ઉપરાંત બીમારીઓ અને કુપોષણ જેવી ઘટનાઓએ પણ લાખો લોકોનો ભોગ લીધો હતો.Svg%3E

આ ભયંકર યુદ્ધ પૂર્ણ થતા સુધીમાં તે સમયના દુનિયાના ચાર મોટા સામ્રાજ્યો એટલે કે રશિયા, જર્મની, ઓસ્ટ્રિયા-હન્ગરી અને ઉસ્માનિયા (તુર્ક સામ્રાજ્ય) બરબાદ થઇ ગયા હતા. ત્યારબાદ યુરોપની સરહદો ફરીથી નિર્ધારિત કરવામાં આવી અને સાથે જ અમેરિકા એક મહાશક્તિ સ્વરૂપે દુનિયા સામે આવ્યું.Svg%3E

આ વિશ્વયુદ્ધ વિષે એક જાણવા જેવી બાબત એ પણ છે કે આખા વિશ્વયુદ્ધ માટે કોઈ પણ એક ઘટનાને જવાબદાર નથી માની શકાઈ. યુદ્ધ વર્ષ 1914 સુધીમાં થયેલ અનેક અલગ અલગ ઘટનાઓ અને કારણોને લઈને થયું હોય એવું માની શકાય. તેમ છતાં પ્રથમ વિશ્વયુદ્ધનું તત્કાલીન કારણ માટે તો તે સમયના યુરોપના સૌથી મોટા ઓસ્ટ્રિયા – હંગરી સામ્રાજ્યના ઉત્તરાધિકારી આર્ચડ્યુક ફર્ડીનેન્ડ અને તેની પત્નીની બોસ્નિયામાં થયેલી હત્યા જવાબદાર હતી. 28 જૂન 1914 ના દિવસે તેઓની હત્યા થઇ અને તેનો આરોપ સર્બિયા પર આવ્યો અને આ ઘટનાના માત્ર એક મહિના બાદ જ એટલે કે 28 જુલાઈ 1914 માં ઓસ્ટ્રિયાએ સર્બિયા પર હુમલો કરી નાખ્યો. બાદમાં આ લડાઈમાં અન્ય દેશોમાં શામેલ થતા ગયા અને યુધ્ધે વિશ્વયુદ્ધનું સ્વરૂપ લઇ લીધું.Svg%3E

11 નવેમ્બર 1918 ના દિવસે સત્તાવાર રીતે જર્મનીએ શરણાગતિ સ્વીકારી લેતા આ વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. આ દિવસને પ્રથમ દિવસનો છેલ્લો દિવસ કહેવામાં આવે છે. ત્યારબાદ 28 જૂન 1919 માં જર્મનીએ વર્સાયની સંધિ કે જેને શાંતિ સમાધાન પણ કહેવામાં આવે છે તેના પર હસ્તાક્ષર કર્યા હતા અને તે માટે તેણે પોતાની ભૂમિનો મોટો ભાગ પણ ગુમાવવો પડ્યો હતો. સાથે જ તેના પર બીજા રાજ્યો પર કબ્જો કરવા અને સેનાનું કદ પણ સીમિત રાખવાના નિયમો લાગુ કરવામાં આવ્યા. કહેવાય છે કે વર્સાયની સંધિને જર્મની પર દબાણપૂર્વક થોપવામાં આવી હતી અને આ કારણે જ હિટલર સહિતના નેતાઓ આ સંધિને જર્મનીનું અપમાન માનતા હતા. એવું પણ કહેવાય છે કે આ અપમાનની આગે જ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરાવી હતી.

Like this:

Svg%3E

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *