Svg%3E

ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સાથે ભક્ત પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થાય છે.

Svg%3E
image source

બુધવારે વિધિ વિધાનની સાથે પૂજા કરાય છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થઈને તેમના દુઃખને હરે છે અને સાથે દરેકની મનોકામના પણ પૂરી કરે છે. હિંદુ માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કામ કરતા પહેલા ભગવાન ગણેશની આરાધના કરવી જરૂરી છે. ભગવાન ગણેશ લોકોના દુઃખ હરે છે અને સાથે તેમને પ્રથમ પૂજનીય પણ માનવામાં આવે છે. ગણેશજીનું શ્રદ્ધા ભાવથી પૂજન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને સાથે ઘર ધન ધાન્યથી ભરપીર રહે છે. તેમના વિના કોઈ પૂજા પૂરી થતી નથી.

Svg%3E
image source

કહેવાય છે કે ભગવાન ગણેશના આર્શિવાદ લાભદાયી છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોને અનેક લાભ મળે છે. તો જાણો કયા કારણોને લીધે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.

સમૃદ્ધિ

દરેક વ્યક્તિ જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ભક્ત પોતાના કાર્યક્ષેત્રમાં સફળ પણ થાય છે.

ભાગ્યોદય

Svg%3E
image source

ભગવાન ગણેશની સાચા દિલથી પૂજા કરવાથી તમારી બુદ્ધિમત્તામાં વધારો થાય છે. જે ભક્ત બુદ્ધિમાન બનવા ઈચ્છે છે તેમને દરેકે બુધવારે ગણેશની પૂજા આરાધના કરવી જોઈએ.

મુશ્કેલીઓ થશે દૂર

ભગવાન ગણેશને વિધ્નહર્તા કહેવામાં આવે છે. એટલે કે ભક્તોના જીવનમાં આવનારી દરેક વિપત્તિઓને દૂર કરે છે. જો કોઈના જીવનમાં બાધાઓ આવી રહી છે તો તેઓએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. ભગવાન ગણેશની પૂજા કરવાથી ભય પર વિજય મળે છે.

સહનશીલ બને છે વ્યક્તિ

Svg%3E
image source

ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિ પોતાની અંદર છૂપાયેલી શક્તિ પર ધ્યાન આપવા લાગે છે. તેનાથી તેમની સહનશીલતામાં વધારો થાય છે.

જ્ઞાન

ભગવાન ગણેશની પૂજા જ્ઞાન વધારવા માટે પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ગણેશની પૂજા કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે.

આત્મા થાય છે શુદ્ધ

Svg%3E
image source

જો કોઈ વ્યક્તિ ભગવાન ગણેશની પૂજા શ્રદ્ધા સાથે કરે છે તો તેની આત્મા શુદ્ધ થાય છે. ભક્તોના જીવનથી નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે. તેનાથી તેમની આત્મા શુદ્ધ થાય છે.

તો હવેથી તમે પણ ભૂલ્યા વિના દર બુધવારે શ્રીગણેશજીની પૂજા કરો. તમને અનેક લાભ થશે અને નકારાત્મકતા તેમજ સંકટ પણ ઝડપથી દૂર થશે.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju