વડાપ્રધાન મોદીએ ગરીબ મહિલાઓ માટે મફત ગેસ સિલિન્ડર માટે યોજના બહાર પાડી છે. આમ ગરીબ સ્ત્રીઓને પણ લાકડાના કે છાણાના ઇંધણથી મુક્તિ મળી છે અને તેઓ હવે સરળ રીતે ધૂમાડા વગર રસોઈ બનાવી શકે છે. પણ ગેસ સિલિન્ડર વાપરવાના ઘણા બધા જોખમ રહેલા છે. તેની પાઈપમાં સમસ્યા હોઈ શકે છે તો વળી ક્યારેક સિલિન્ડરના સિલમાં સમસ્યા હોઈ શકે છે તો વળી ક્યારેક સિલિન્ડરમાં પણ કોઈ ખામી હોઈ શકે છે અને તેના કારણે ભયંકર અકસ્માત સર્જાય છે. અને ઘણીવાર તો પરિવારના સભ્યોને ગંભીર ઇજા પણ થાય છે તો વળી જીવ ખોવાનો પણ વારો આવતો હોય છે.
આમ એલપીજી ગેસનો ઉપયોગ કરતી વખતે આપણે ઘણી બધી સાવચેતી રાખવી પડે છે. તેમજ તેના કારણે જો કોઈ અકસ્માત થાય તો કંપની તેની ભરપાઈ કરી આપવા માટે બંધાયેલી હોય છે. સામાન્ય નિયમ પ્રમાણે તમે જ્યારે ગેસ સિલિન્ડરનું કનેક્શન લો છો ત્યારે જ તમને કંપની તરફથી 50 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે. અને તેનો ઉપયોગ સિલિન્ડરના કારણે જો કોઈ અકસ્માત થાય જેમ કે ગેસ લીકેજ, ગેસના કારણે બ્લાસ્ટ અને તેનાથી તમને જાનમાલનું નુકસાન થાય તો તમે તે કવરથી આર્થિક મદદ મેળવી શકો છો. અને આ કવર માટે ગેસ કંપની તેમજ વિમા કંપની બન્ને વચ્ચે ભાગીદારી થયેલી હોય છે. દા.ત. ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ તેમજ હિન્દુસ્તાન પેટ્રોલમિય પોતાના જે રસોઈ ગેસ વેચે છે તેઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પાસેથી પોતાના સિલિન્ડરનું ઇન્શ્યોરન્સ કરાવે છે.
અકસ્માત માટે ડિલર તેમજ ગેસ કંપની જવાબદાર હોય છે
જો તમારા ગેસ સિલિન્ડરમાં કોઈ ક્ષતી હોય જેમ કે લીકેજ હોય કે તે ડેમેજ હોય અને કોઈ અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી ગેસ કંપનીના ડીલર તેમજ કંપનીની પોતાની હોય છે. આ નિર્ણય નેશનલ કન્ઝ્યુમર ફોરમ દ્વારા લેવામાં આવ્યો હતો. લગભગ 16 વર્ષ પહેલાં થયેલી દુર્ઘટનાના પગલે આ મહત્ત્વનો નિર્ણય ગ્રાહકોના પક્ષે લેવામાં આવ્યો હતો.
2014માં નેશનલ કન્ઝ્યુમર ફોરમ દ્વારા માર્કેટિંગ ડિસિલ્પિન માર્ગદરર્શિકા બહાર પાડવામા આવી હતી. તેમાં તેમણે જણાવ્યું છે કે જો ડિલર કે કંપની દ્વારા ખામીયુક્ત સિલિન્ડર આપવામાં આવ્યો હોય તો તેના કારણે થયેલા નુકસાનની જવાબદારી કંપની કે ડીલર ગ્રાહક પર ન નાખી શકે. આમ ગ્રાહક સુધી સંપુર્ણ સુરક્ષિત નુકસાન રહિત ગેસ સિલિન્ડર પહોંચાડવાની જવાબદારી કંપની તેમજ ડિલરની છે.
જો એલપીજી ગેસ સિલિન્ડરની ક્ષતિના કારણે કોઈ નુકસાન થાય તો પ્રતિ વ્યક્તિ 10 લાખ રૂપિયાની સહાય મળી શકે છે. જોકે તે સહાય કેટલીક શરતોને આધિન મળે છે. જેમ કે ગેસ સિલિન્ડરની દૂર્ઘટના રજિસ્ટર્ડ ગ્રાહકના ઘરે થયેલી હોવી જોઈએ, તેની નોંધણી ડિલરની ઓફિસમાં થઈ હોય, ડિલરને ત્યાંથી કર્મચારી અથવા તો ગ્રાહક દ્વારા સિલિન્ડરને લઈ જવામાં આવ્યો હોય. આ ઉપરાંત જો ગ્રાહકના ઘરને એટલે કે તેની સંપત્તિને બ્લાસ્ટના કારણે કોઈ નુકસાન થયું હોય તો તેના પર પણ 2 લાખ સુધીનો વિમો મળે છે.