અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી. અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. તેઓ પ્રભાસની ફિલ્મ “પ્રોજેક્ટ K”નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઈ છે. હૈદરાબાદમાં ચેકઅપ બાદ તેમને મુંબઈ મોકલવામાં આવ્યા હતા.

image socure

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું – પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. પાટો બાંધવામાં આવ્યો છે અને સારવાર કરવામાં આવી રહી છે. એનાથી ઘણી પીડા થઈ રહી છે. શરીરને આમ-તેમ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મને આ દુખાવા માટે કેટલીક દવાઓ આપવામાં આવી છે. મને સાજા થવા માટે થોડાં અઠવાડિયાંનો સમય લાગશે.

image socure

બિગ બીએ લખ્યું, “હું સાજો નહીં થાઉં ત્યાં સુધી તમામ કામકાજ અટકાવી દેવામાં આવ્યાં છે. હું જલસામાં આરામ કરી રહ્યો છું. જરૂરી કામ માટે જ હું થોડું ચાલીશ. હા, આરામ કરવાનું તો ચાલુ રહેશે. મારા માટે આ કહેવું ઘણું મુશ્કેલ છે, પરંતુ હું જલસાના ગેટ પર મારા ફેન્સને મળી શકીશ નહીં, માટે તેઓ ન આવે. જે લોકો જલસામાં આવવાનું વિચારી રહ્યા છે તેમને પણ તમારે આ વાત જણાવવી જોઈએ. આ સિવાય બીજું બધું બરાબર છે.

રવિવારે અમિતાભ બચ્ચને પોતાના પર્સનલ બ્લોગ પરથી આ ઘટનાની માહિતી જણાવી છે. અમિતાભે લખ્યું, મેટલનો એક ટુકડાએ મારા ડાબા પગના ભાગે ચીરો પાડી દીધો હતો, જેના કારણે પગની નસ કપાઈ ગઈ હતી. નસ કપાતાંની સાથે જ મારા પગમાંથી ઘણું લોહી વહી ગયું. સમયસર સ્ટાર અને ડોકટરોની ટીમની મદદથી સારવાર મળી ગઈ. ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા બાદ મારા પગમાં ટાંકા લેવામાં આવ્યા હતા.

image socure

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયાના સમાચારથી તેમના તમામ ફેન્સ નિરાશ થયા છે. અમિતાભના તમામ ફેન્સ ખૂબ જ દુઃખી થઈ ગયા છે. અમિતાભ જલદી સ્વસ્થ થાય એ માટે દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *