આ તૈયારીઓમાં ગિફ્ટ લેવાનું પણ ખૂબ જરૂરી હોય છે પરંતુ દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને મોંઘી ગિફ્ટ નથી આપી શકતા. એવામાં આપે હેરાન થવાની કોઈ જરૂર નથી કેમકે પ્રેમ જતાવવા માટે આપને મોંઘાં નહિ પરંતુ પ્રેમભર્યા ગિફ્ટ આપવાની જરૂરિયાત હોય છે.
તો હવે જાણીશું ઇન બજેટ ગિફ્ટ ઓપ્શન્સ વિષે..
રોમેન્ટિક ડિનર:
આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપ લગભગ સાથે રહેવાની તક ચૂકી જાવ છો. એવામાં આ ‘વેલેન્ટાઇન ડે’ પર પોતાના પાર્ટનરની સાથે રોમેન્ટિક ડિનર માટે નીકળી જવું જોઈએ. આપ ઈચ્છો તો ઘરેમાં પણ કઈક સ્પેશિયલ બનાવીને રોમેન્ટિક ડિનરનો માહોલ બનાવી શકો છો.
ફોટો ફ્રેમ:
ડિજિટલ યુગમાં આપની દરેક યાદો મોબાઇલમાં કેદ થઈને રહી ગઈ છે. આવામાં આપ મોબાઈલ કે કેમેરામાં રાખેલ યાદોની પ્રિન્ટ કઢાવીને ફોટો ફ્રેમમાં લગાવી શકો છો. આપના પાર્ટનર આ ગિફ્ટ મેળવીને જરૂર ખુશ થઈ જશે.