આર્યુવેદિક ગુણોથી ભરપૂર ગ્રીન ટીનુ સેવન હેલ્થ તેમજ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે ગ્રીન ટીથી થતા અનેક હેલ્થ બેનિફિટ્સ વિશે તમે સાંભળ્યુ હશે પરંતુ આજે અમે તમને ગ્રીન ટીમાંથી બનતી અનેક બ્યૂટી પ્રોડક્ટ્સ વિશે જણાવીશું. ગ્રીન ટીથી નેચરલ ગ્લો આવે છે અને કોઇ પણ પ્રકારનુ નુકસાન થતુ નથી. ગ્રીન ટીમાં અનેક તત્વો એવા હોય છે જેમાંથી સ્કિનને લગતા અનેક ઘણા ફાયદાઓ થાય છે. તમને જણાવી દઇએ કે, તમે જો બહારની કેમિકલવાળી પ્રોડક્ટસનો ઉપયોગ કરો છો તેનાથી તમારી સ્કિનને અનેક ઘણુ નુકસાન થાય છે. એક અહેવાલ અનુસાર જો આવી પ્રોડક્ટસનો તમે વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તો તમને તેનાથી કેન્સર થવાના ચાન્સિસ પણ વધી જાય છે.

તમને જણાવી દઇએ કે, ગ્રીન ટી એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણોથી ભરપૂર હોય છે જે તમારી સ્કિનને ખૂબસુરત બનાવવામાં મદદરૂપ થાય છે. તો આજે જાણી લો તમે પણ ગ્રીન ટીમાંથી બનતી નેચરલ પ્રોડક્ટ્સ વિશે…

ટોનર

1 કપ પાણીમાં બે ગ્રીન ટીની બેગ્સ, 1 ટી સ્પૂન લીંબૂ અને ખીરાને મિક્સ કરીને તેને ગેસ પર ધીમી આંચે મુકો. ત્યારબાદ તેને બરાબર ઉકાળો અને થોડીવાર રહીને ફ્રીજમાં મુકી દો. પછી તેને સ્પ્રે બોટલમાં ભરીને મોઇસ્યુરાઇઝર લગાવ્યા પછી ટોનરની જેમ ઉપયોગ કરો.

સ્ક્રબ

એક ગ્રીન ટી બેગને અડધા કપ પાણીમાં ઉકાળીને તેને ઠંડુ કરી લો. ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન ખાંડ મિક્સ કરીને તેનાથી ચહેરા પર સ્ક્રબ કરો. સ્ક્રબ કરતી વખતે ખાસ ધ્યાન એ બાબતનુ રાખો કે, સ્ક્રબને હળવા હાથથી મસાજ કરવું. જો તમે આ સ્ક્રબનો અઠવાડિયામાં ત્રણ વાર ઉપયોગ કરો છો તેનાથી તમારી સ્કિન એકદમ સોફ્ટ રહે છે અને પિંપલ્સ જેવી સમસ્યા પણ થતી નથી.

હેર ક્લિન્ઝર

સૌ પ્રથમ શેમ્પૂથી હેર વોશ કરી લો. ત્યારબાદ 2 કે 3 ગ્રીન ટી બેગ લઇને તેને ધીમી આંચ પર ઉકાળી દો. પછી થોડુ ઠંડુ થાય એટલે તેનાથી ફરી હેર વોશ કરી લો. જો તમે નિયમિતપણે આ હેર ક્લિન્ઝરનો ઉપયોગ કરો છો આનાથી તમારા હેર મજબૂત, લાંબા અને શાઇની થશે.

એન્ટી એજિંગ ક્રીમ

એન્ટી એજિંગ ક્રીમ બનાવવા માટે 2 ગ્રીન ટી બેગને ½ કપ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેને નોર્મલ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. આમ, તે ઠંડુ થઇ જાય એટલે તેમાં વિટામીન ઇ ઓઇલ મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા લગાવો. જો તમે અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરો છો તો તમારા ચહેરા પર થતી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી તમે સરળતાથી છૂટકારો મેળવી શકો છો. ચહેરા પર આ એક બેસ્ટ ક્રીમ તરીકે સાબિત થાય છે.

ફેસ માસ્ક

ગ્રીન ટીમાંથી ફેસ માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ 2-3 ગ્રીન ટી બેગ લો અને તેને પાણીમાં ઉકાળો. આમ, જો તમારી સ્કિન ઓઇલી છે તો આ મિશ્રણમાં મુલતાની માટી અને ડ્રાય સ્કિન છે તો જરૂરિયાત મુજબ મધ એડ કરો. આ સાથે જ જો તમારી સ્કિન નોર્મલ છે તો તેમાં સંતરાની છાલનો પાવડર અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ ફેસ માસ્કને તમારે રોજ રાત્રે સૂતા પહેલા ઉપયોગ કરવાનો રહેશે. આ ફેસ માસ્ક તમને અનેક ઘણા સ્કિન પ્રોબ્લેમ્સમાંથી છૂટકારો અપાવશે અને સાથે-સાથે તમારી સ્કિન પણ એકદમ સોફ્ટ કરી દેશે.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *