સનાતન ધર્મમાં દૈનિક જીવનના દરેક વાતના શુભ અને અશુભ સંકેતો કહેવામાં આવ્યા છે. મહાભારતના સમયથી વાળ અને દાઢી કરાવવાને લઈને કેટલાક નિયમો છે. તો જાણો ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે કયા દિવસે વાળ કપાવવાનું ઉત્તમ માનવામાં આવે છે. અને કયા દિવસે સલૂનમાં જવાથી તમારો વિનાશ થઈ શકે છે.
સનાતન ઘર્મમાં જીવનના દરેક પગલા માટે શુભ અને અશુભ સંકેતો અપાયા છે. આ માટે વાળ અને દાઢી કરાવવાના માટે લોકો ખાસ કરીને રજાનો દિવસ એટલે કે રવિવાર પસંદ કરે છે. પણ અઠવાડિયાના અલગ અલગ દિવસે હેર કટ કરાવવાથી અલગ અલગ ફળ મળે છે. જો તમે રવિવારે એટલે કે સૂર્યના દિવસે વાળ કપાવો છો તો આ માટે ધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે. જો તમે શનિવારે વાળ કપાવો છો તો તે અશુભ માનવામાં આવે છે. માટે શનિવારે સલૂન ન જવાનું કહેવાય છે. જો વાળ કપાવવા હોય કે દાઢી કરાવવી હોય તો બુધવારનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે આ કામ કરવાથી ઘરમાં ધનની વૃદ્દિ થાય છે. આ દિવસે નખ કાપવાનું પણ શુભ માનવામાં આવે છે.
રવિવારે વાળ કપાવવાથી દન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે.
સોમવારે વાળ કપાવવાનું યોગ્ય માનવામાં આવતું નથી. આ દિવસે વાળ કપાવવા એ સંતાન માટે હાનિકારક રહે છે. આ સિવાય તે માનસિક દુર્બળતાને નોંતરે છે.
મંગળવારે વાળ કપાવવાથી તમારી ઉંમર ઘટે છે અને અસામાયિક મૃત્યુનું કારક બને છે. માટે જ આ દિવસે તમામ સલૂન રજા રાખે છે.
બુધવારે નખ અને વાળ કપાવવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે આ કામ કરવાથી ધન વધે છે અને ઘરમાં ખુશીઓ આવે છે.