ભારતીય રેલવે: ભારતીય રેલવે દુનિયાભરમાં પોતાના લાંબા નેટવર્ક માટે જાણીતી છે. આંકડા મુજબ દરરોજ લગભગ 2.50 કરોડ લોકો તેની સેવાનો લાભ લે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે ભારતીય રેલવે દરરોજ 33 લાખ ટન સામાન લઈ જાય છે. તેની સ્થાપના 8 મે, 1845ના રોજ કરવામાં આવી હતી.
ભારતીય રેલવે એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે ટ્રેકની કુલ લંબાઈ આશરે 67,368 કિમી છે.
દેશનું પહેલું રેલવે સ્ટેશન બોરીબંદર (મુંબઈ) છે. ભારતની પ્રથમ રેલ યાત્રા ૧૮૫૩ માં બોરી બંદરથી થાણે સુધીની હતી. આજે આ સ્ટેશનને છત્રપતિ શિવાજી ટર્મિનસ તરીકે સૌ કોઇ ઓળખે છે.
હુબલી જંકશન પ્લેટફોર્મ ભારત એ વિશ્વનું સૌથી મોટું રેલ્વે પ્લેટફોર્મ છે. તેની લંબાઈ 1400 મીટર છે. હુબલી સ્ટેશન પર પણ મુસાફરોની ભીડ રહે છે.
મથુરા દેશનું સૌથી મોટું જંક્શન છે. તેની લાઇન કનેક્ટિવિટી દેશના તમામ મુખ્ય શહેરો સાથે જોડાયેલી છે. આ ઉપરાંત આ જંક્શનમાં 10 પ્લેટફોર્મ અને 7 અલગ અલગ રેલવે રૂટ છે.
ભારતની પ્રથમ રેલવે વર્કશોપની સ્થાપના 8 ફેબ્રુઆરી, 1862ના રોજ કરવામાં આવી હતી. આ વર્કશોપ જમાલપુર બિહારમાં છે અને આજે તે ભારતની સૌથી આધુનિક રિપેર વર્કશોપ છે.