આ વખતે કેન્દ્ર સરકાર ટેક્સમાં મોટા ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે, જે બાદ 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને કોઈ ટેક્સ નહીં આપવો પડે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટમાં કરદાતાઓને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે.
હાલ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નથી, જેને વધારીને 5 લાખ રૂપિયા કરવાની સરકારની યોજના છે. એટલે કે જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયા છે તો તમારે કોઇ ટેક્સ નહીં આપવો પડે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર આ બજેટમાં રોજગાર શોધનારને આકર્ષવા માટે નવી જાહેરાતો કરી શકે છે. સરકારનું ધ્યાન આર્થિક વિકાસ પર ભાર મૂકીને બજેટ રજૂ કરવા પર રહેશે. નિષ્ણાતોના મતે પગારદાર વર્ગ 2023ના બજેટમાં આ અપેક્ષાઓ રાખી શકે છે.
સરકાર આ વર્ષે મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે. છેલ્લે ૨૦૧૪ માં વ્યક્તિગત કર મુક્તિ મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ પહેલા નાણામંત્રી અરુણ જેટલીએ આ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ વખતે આશા છે કે આ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર 2 વર્ષ જૂની ટેક્સ સિસ્ટમમાં ટેક્સ છૂટની સીમા વધારવા પર વિચાર કરી રહી છે. આનાથી કરદાતાઓને રાહત મળશે અને તેમની પાસે રોકાણ કરવા માટે વધુ પૈસા હશે.