ભારતીયોને હવે વિદેશોમાં ફરવાનો ચસ્કો લાગ્યો છે. વેકેશન હોય કે, લગ્ન યોજવાની વાત હોય, લોકો વિદેશમાં જવાનું પસંદ કરે છે. પણ તેમને ખબર નથી હોતી કે ભારતમાં ભારતમાં એક એકથી ચઢિયાતી હોટલો છે, પરંતુ તેમા કેટલીક હોટલ્સ એવી છે, જેની સુંદરતા જોઈને તમે દંગ રહી જશો. આ હોટલોને જોઈને તમે પણ એવુ વિચારશો, કે કાશ જિંદગીમા એકવાર અહી રહેવાનો મોકો મળે. વિદેશોમાં જઈને ડોલર્સમાં રૂપિયા ચૂકવવા કરતા તમે એકવાર આ હોટલમાં જઈને જરૂર રહેજો, તમને એક અલગ જ અહેસાસ થશે. જોકે, આ હોટલોનું ભાડું તેના સ્ટેટસ પ્રમાણે બહુ જ તોતિંગ છે.
આ હોટલોનું ભાડું પણ ચોંકાવી દે તેવુ છે. તો આજે અમે તમને આવી હોટલ્સ વિશે જણાવીશું.
હૈદરાબાદનો ફલકનુમા પેલેસ દેશના આલિશાન હોટલોમાંથી એક છે. ફલકનુમા પેલેસમાં સૌથી સસ્તા રૂમમાં રોકાવા માટે તેમને એક રાતના 33,000 રૂપિયા ચૂકવવા પડશે. તો રોયલ સ્યૂટનો ભાવ 1,95,000 રૂપિયા છે.
જયપુરનો રામબાગ પેલેસ દુનિયાની આલિશાન હોટલોમાંનો એક છે. અહીં લક્ઝરી સ્યુટનો એક રાતનો ભાવ 6 લાખ રૂપિયા છે.
ઉદયપુરનો તાજ લેક પેલેસ પણ ભારતી આલિશાન હોટલની કેટેગરીમા સામેલ છે. તેની સુંદરતા જોઈને તમને મન કરશે કે કાશ તમે એકવાર અહીં આવવાનો મોકો મળવો જ જોઈએ.
દિલ્હીની હોટલ લીલા તો અતિ સુંદર છે. તેના મહારાજા સ્યુટમાં રોકાવા માટે તમને એક રાત માટે અંદાજે 4 લાખનું ભાડું ચૂકવવા પડશે.