અમિતાભ બચ્ચનને બોલિવૂડના શહેનશાહ કહેવામાં આવે છે, જેમણે વર્ષ 1968માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેતા ૧૧ ઓક્ટોબરે પોતાનો ૮૦ મો જન્મદિવસ ઉજવવાનો છે. તેને બોલિવૂડમાં આવ્યાને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. વર્ષોથી અમિતાભ બચ્ચને એકથી એક હિટ ફિલ્મ આપી, જેમાં ‘ડોન’, ‘દીવાર’, ‘મર્દ’, ‘કુલી’, ‘શરાબી’, ‘શોલે’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘બાગબાન’ સામેલ છે. આ ફિલ્મોમાં અભિનેતાની એક્ટિંગની સાથે સાથે સહ-અભિનેત્રી સાથેની તેની કેમિસ્ટ્રી પણ ચાહકોની નજરમાં આવી છે. બિગ બીએ બોલીવુડની ઘણી હિટ અભિનેત્રીઓ સાથે પડદા પર રોમાન્સ કર્યો છે. ચાલો તમને જણાવીએ કે ચાહકોમાં તેને કઈ અભિનેત્રી સાથે પસંદ કરવામાં આવી હતી.
ઝીનત અમાન
આ લિસ્ટમાં જીનત અમાનનું નામ સૌથી ઉપર છે. અમિતાભ અને ઝીનત અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે, જેમાં ‘ડોન’, ‘લાવારિસ’, ‘દોસ્તાના’ અને ‘રામ બલરામ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોની સૌથી મોટી હિટ ફિલ્મ ‘લાવારિસ’ રહી હતી. ત્યારે આ ફિલ્મે અઢળક કમાણી કરી હતી.
પરવીન બાબી
અમિતાભ બચ્ચન અને પરવીન બાબી પણ એક સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે અને બંનેની જોડીને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. 1975માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દીવાર’માં અમિતાભ બચ્ચન અને પરવીન બાબીએ અભિનય કર્યો હતો. આ સિવાય બંને અમર અકબર એન્થની, શાન અને ખુદદર જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા.
હેમા માલિની