જીન્સ બનાવવા પાછળ વપરાય છે આટલા લિટર સુધીનું પાણી!….

આજે લોકો પોતાના ખોરાક કે સ્વાસ્થ્ય પાછળ એટલો ખર્ચો નથી કરતાં જેટલો ખર્ચો તેઓ પોતાના દેખાવ અને વસ્ત્રો પાછળ કરે છે. એક અહેવાલ પ્રમાણે 80નાં દાયકા કરતાં આજે કપડાનું માર્કેટ 400 ગણું વધી ગયું છે. આજે લોકોને એકના એક વસ્ત્રો વારંવાર પહેરતા શરમ આવે છે. એક બાજુ લોકો કપડું ઘસાયું પણ ન હોય અને તેને ફેંકી દેતા હોય છે તો બીજી બાજુ લોકોને ફેશનમાં ઘેલા થઈને ફાટેલા કપડાં પહેરવામાં કોઈ જ વાંધો નથી.


આજકાલ ફાટેલા જીન્સના પેન્ટ કે જેકેટ કે પછી શોર્ટ્સ પહેરવાની ભારે ફેશન છે. જીન્સ મૂળે તો અમેરિકાની ખાણોમાં કામ કરતાં લોકો માટેનો એક રફ પહેરવેશ હતો કે ત્યાં જીન્સ જેવું જાડું કપડું ટકી શકે પણ ધીમે ધીમે જીન્સ એ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું અને આજે તમને દુનિયામાં એક એવી વ્યક્તિ નહીં મળે જેની પાસે જીન્સની એક જોડી ન હોય.


પણ તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે એક જીન્સનું પેન્ટ બનાવવામાં જેટલું કાપડ વપરાય છે તેને બનાવવામાં તેમજ તેની પ્રક્રિયામાં પુષ્કળ પાણી, ઉર્જા, અને માનવ મહેનતની જરૂર પડે છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકા કે જે જીન્સની જનની છે, આમ તો સૌ પ્રથમ જીન્સ ફ્રાન્સમાં બનાવવામાં આવ્યું હતું પણ તેનું ધમધોકાર પ્રોડક્શન 18મી સદીથી અમેરિકામાં કરવામાં આવે છે. અમેરિકામાં દર વર્ષે 45 કરોડ જીન્સનું વેચાણ થાય છે. આ આંકડો માત્ર અમેરિકાનો જ છે.


મળેલી માહિતી પ્રમાણે એક જીન્સનું પેન્ટ બનાવવા પાછળ 10000 લીટર કરતાં પણ વધારે પાણી, તેમજ એક બલ્બ 1000 દીવસ સુધી પ્રકાશ આપે તેટલી ઉર્જાનો વપરાશ થાય છે. જીન્સનું કાપડ ઘણી બધી પ્રક્રિયાઓ બાદ બને છે. જીન્સ કોટન એટલે કે કપાસમાંથી બને છે અને એક જીન્સના પેન્ટ પાછળ જેટલું કોટન વપરાય છે તેને ઉગાડવા માટે 7-8 હજાર લીટર પાણીની જરૂર પડે છે. પણ ત્યાર બાદની જે પ્રક્રિયાઓ છે જેમ કે જીન્સના કાપડને ડાઈ કરવા, તેને મશીનમાં વોશ કરવામાં આ બધા પાછળ પણ બીજા હજારો લીટર પાણીનો વપરાશ કરવામાં આવે છે.


માત્ર આટલું જ નહીં પણ વસ્ત્રોના ઉત્પાદનથી જે પ્રદુષણ ઉત્પન્ન થાય છે તે પણ કંઈ ઓછું નથી. દુનિયામાં જેટલા પણ પ્લેન, તેમજ સમુદ્ર પર દોડદાં જહાજો જેટલો ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન નથી કરતાં તેના કરતાં પણ વધારે ગ્રીન હાઉસ ગેસ કપડાંના ઉત્પાદનથી પેદા થાય છે. તેમજ તેને બનાવતી ફેક્ટ્રીઓમાંથી જે પ્રદુષિત પાણી સ્થાનીક નાળા તેમજ જમીનમાં છોડવામાં આવે છે તેના કારણે ભુગર્ભ પ્રદુષણ પણ ફેલાય છે. એક અહેવાલ પ્રમાણે દર વર્ષે 50 લાખ કરોડ લીટર પાણીનો ઉપયોગ માત્ર વસ્ત્રોના ડાઈંગ પાછળ જ થાય છે.


એક સંશોધન પ્રમાણે અમેરિકાનો નાગરિક દર વર્ષે 70 જેટલા કપડાં ખરીદે છે. અને જો તેને વર્ષમાં કેટલીવાર પહેરવાની ગણતરી કરવામાં આવે તો તે એક પણ કપડું છથી વધારેવાર નથી પહેરતો. પણ અમેરિકા હંમેશા પોતાના દેશને સુરક્ષિત રાખવા કોઈ પણ રસ્તો શોધી લે છે અને માટે જ તે આવું પોતાની ધરતી પરની હવાને નુકસાનકારક ઉત્પાદન પોતાના દેશમાં નહીં પણ અલ્પવિક્સત તેમજ વિકાશશીલ દેશોમાં કરાવવા લાગ્યો છે. જો કે તેમાં માત્ર અમેરિકાનો જ સમાવેશ નથી થતો પણ મોટા ભાગના વિકસિત દેશોની આજ નીતી છે.


અને માટે જ આજે એશિયાના વિકાસશીલ દેશો જેવા કે ભારત, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, ચાઈના વિગેરેમાં કપડાંનું ઉત્પાદન વધતું જઈ રહ્યું છે. વસ્ત્રોની બ્રાન્ડ ડીસ્કાઉન્ટ આપવાનો ડોળ કરતાં નવી નવી ઓફરો પણ ગ્રાહકો માટે બહાર પાડે છે જેમાં તેઓ જુના વસ્ત્રો આપીને નવા વસ્ત્રો અમુક ડીસ્કાઉન્ટ પર લઈ જવાની લાલચ આપે છે. અને આ જે જુના વસ્ત્રો હોય છે તેને રિસાઈકલ કરવામાં નથી આવતા પણ તેને આફ્રિકાના ગરીબ દેશોના માર્કેટમાં મોકલી દેવામાં આવે છે.

જો કે વસ્ત્રોને રિસાઈકલ કરવા મુશ્કેલ છે


આજે જે પણ વસ્ત્રોનું ઉત્પાદન કરવામા આવે છે તે 100 ટકા કોઈ એક જ મટિરિયલમાંથી નથી બનાવવામા આવ્યા હોતા. તેને વિવિધ કાપડમાંથી બનાવવામાં આવે છે જેમ કે કોટનના વસ્ત્રોમાં પોલિએસ્ટર, રેયોન વિગેરેને મિક્સ કરવામા આવ્યા હોય છે માટે આ બધા જ રેશાઓને રિસાઈકલ દરમિયાન અલગ પાડવા એ એક અઘરુ કામ છે અને માટે જ વસ્ત્રોના રિસાઇકલીંગની અત્યાર સુધી શોધવામા આવેલી ટેક્નોલોજી એટલી કારગર સાબિત નથી થઈ.

તો હવે જ્યારે જ્યારે પણ તમે નવા વસ્ત્રો ખરીદી તેમજ જુના વસ્ત્રોને સારા હોવા છતાં ન પહેરો અથવા કાઢી નાખથી વખતે આ લાખો કરોડો લીટર પાણીના વ્યયને ચોક્કસ ધ્યાનમાં રાખો.

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

7 days ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

7 days ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago