‘કરિશ્મા કા કરિશ્મા’માં રોબોટ કરિશ્માનો રોલ કરનારી ફેમસ ચાઇલ્ડ એક્ટ્રેસની સગાઇ થઇ ગઇ છે. એક્ટ્રેસે પોતાના ફિયાન્સ સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને સગાઈની જાહેરાત કરી છે. ‘કરિશ્મા કા કરિશ્મા’ ફેમ ઝનક શુક્લાએ શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા સાથે પણ કામ કર્યું છે.
‘કરિશ્મા કા કરિશ્મા’માં કરિશ્માનો રોલ કરનાર ચાઈલ્ડ એક્ટ્રેસ ઝનક શુક્લાએ પોતાના જીવનની મોટી ખુશખબરી ફેન્સ સાથે શેર કરી છે.
ઝનક શુક્લા સગાઈએ તાજેતરમાં જ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સ્વપ્નિલ સૂર્યવંશી સાથે સગાઈ કરી હતી. અભિનેત્રીએ તેની સગાઈની વિધિઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ઝનક શુક્લા ટીવીની જાણીતી અભિનેત્રી સુપ્રિયા શુક્લાની પુત્રી છે. સુપ્રિયા શુક્લાએ પોતાના કરિયરમાં ઘણી ટીવી સીરિયલ, વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ સુપ્રિયા શુક્લા ‘કુંડલી ભાગ્ય’માં પ્રીતાની માતાના રોલમાં જોવા મળી હતી.
ઝનક શુક્લાએ બાળપણમાં ઘણી ટીવી સિરિયલોમાં પોતાનો અભિનય બતાવ્યો છે. કરિશ્મા સાથે ઘર-ઘરમાં જાણીતું નામ બની ચૂકેલી ઝનક શુક્લાએ શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટા સાથે કલ હો ના હો ફિલ્મમાં પણ કામ કર્યું છે.
ઝનક શુક્લા એક ઉત્સાહી સોશિયલ મીડિયા યુઝર, જીવનશૈલી અને ફેશન બ્લોગર છે. ઝનક અવારનવાર સોશિયલ મીડિયા પર નવા ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.