અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જાહન્વી કપૂરે બોલીવૂડમાં પોતાનો પગ જમાવી લીધો છે તો નાની પુત્રી ખુશી કપૂર પણ ડેબ્યુ માટે તૈયાર છે. ખુશી ટૂંક સમયમાં રૂપેરી પડદે જોવા મળશે. ડેબ્યૂ પહેલા જ ખુશી ચર્ચામાં રહે છે. સ્ટાઇલ અને ફેશનની બાબતમાં પણ તે જાહન્વી કપૂરને બરાબરની ટક્કર આપતી જોવા મળે છે. હાલમાં જ ખુશીએ પોતાનો 22મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
ખુશી ટૂંક સમયમાં આર્ચી સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મને ઝોયા અખ્તર ડિરેક્ટ કરી રહી છે. ખુશી ઉપરાંત સુહાના ખાન, અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
હંમેશાની જેમ ફેન્સ પણ તેની આ તસવીરને ખૂબ પસંદ કરે છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.
વાયરલ થઇ રહેલા આ ફોટોઝમાં ખુશી ખૂબ જ હોટ લાગી રહી છે અને તે પોતાના ગ્લેમરસ અંદાજથી તબાહી મચાવવાનું કામ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર ખુશી કપૂરને લાખો લોકો ફોલો કરે છે. સ્ટાર કિડ્સની વાત કરીએ તો બધામાં સૌથી સ્ટાઈલિશ લુક હંમેશા ખુશ રહે છે.
વેસ્ટર્ન હોય કે એથનિક ડ્રેસ, ખુશી દરેક લૂકમાં ફેન્સને ક્રેઝી બનાવી દે છે. ચાહકો તેની વિચિત્ર શૈલીથી તેના ચાહકો બની જાય છે.