જીવનમાં દરેક સુખી રહેવા માંગે છે, કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થ લોકો સાથે રહેવા માંગતું નથી. ઘણા લોકો ખૂબ ખુશ હોય છે, આપણે તેમની આદતો અને માનસિકતાને જાણવા માટે ઘણો સમય બગાડતા હોઈએ છીએ. આપણે આખો દિવસ આવી ઘણી ભૂલો કરીએ છીએ, જેના કારણે આપણી ખુશીનો નાશ થાય છે. જે લોકો ખુશ છે તે ભૂલો કરતી નથી. આખો દિવસ સંપૂર્ણતા સાથે પોતાનું કાર્ય કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને કર્મ અને ધર્મ શીખવ્યાં હતા ત્યારે તેને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ગીતામાં માનવ જાતને લગતી બધી બાબતો જણાવી છે. તે કઈ બાબતો છે તેના વિષે આપણે જાણીએ.
જે લોકોને જીવનમાં સંતોષ હોય તેવા લોકો જ જીવનમાં ખુશ રહેવા માટે સક્ષમ છે. તેઓ જેની પાસે છે તેના માટે તેમનો આભાર વ્યક્ત કરે છે. તેઓ તેમના જીવનની તુલના બીજાના જીવન સાથે કરતા નથી. તે કોઈ પણ વ્યક્તિ સાથે તેની તુલના કાતો નથી. તેનાથી તે હંમેશા જીવનમાં ખુશ રહે છે.
ભૂતકાળથી અંતર:
ભૂતકાળમાં ખોવાયેલા લોકો હંમેશા નિરાશ જ રહે છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે આપણે વિચારીએ છીએ, પરંતુ આ ફક્ત સમયનો વ્યય છે. તેના કારણે આપણે વર્તમાનમાં જીવી શકતા નથી. આપણે વિતાવેલા સમય વિષે જ વિચાર કરતા રહીએ છીએ તેના કારણે આપને ક્યારેય ખુશ રહી શકતા નથી. તેથી તમારે પણ ખુશ રહેવું હોય તો તમારે ભૂતકાળને પાછળ મુકીને આગળ વધવું જોઈએ. તે લોકો જ ખુશ રહે છે જે સમયની સાથે ચાલે છે.
ફરિયાદ: