અનન્યા બિરલા અબજોપતિ કુમાર મંગલમ બિરલાનું સૌથી મોટું સંતાન છે. તાજેતરમાં જ તેમને આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ (એબીએફઆરએલ)ના ડિરેક્ટર તરીકે તેમના 25 વર્ષીય ભાઈ આર્યમન વિક્રમ બિરલા સાથે સામેલ કરવામાં આવ્યા હતા. અનન્યા અને આર્યમાનના ઉમેરા સાથે બિરલા પરિવારની પાંચમી પેઢી 60 અબજ ડોલરના બિઝનેસ સામ્રાજ્યમાં પ્રવેશી રહી છે.
અનન્યા કે અનન્યાશ્રી બિરલા ગાયિકા, ગીતકાર અને બિઝનેસવુમન છે. તેણે પોતાનું પહેલું ગીત ૨૦૧૬ માં રજૂ કર્યું હતું. આમાં તેમણે સીન કિંગ્સ્ટન, અફરોઝેક અને મૂડ મેલોડીઝ સહિતના લોકપ્રિય કલાકારો સાથે કામ કર્યું હતું.
અનન્યા બિરલાએ પોતાનું સ્કૂલનું શિક્ષણ અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બે, મુંબઈથી પૂર્ણ કર્યું હતું. તેમણે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે.
વર્ષ 2020માં અનન્યા બિરલા લોસ એન્જલસમાં મેવરિક મેનેજમેન્ટ સાથે કરાર કરનારી પ્રથમ ભારતીય બની હતી.
અનન્યા બિરલા સ્વતંત્ર માઇક્રોફિનની સ્થાપક છે, જે ગ્રામીણ મહિલાઓને માઇક્રોફાઇનાન્સ પ્રદાન કરે છે. તેઓ યુનિટ અસાઇના સ્થાપક અને એમપાવરના સહ-સ્થાપક પણ છે.
અનન્યા બિરલાએ યંગ બિઝનેસ પર્સન માટે ઇટી પનાચે ટ્રેન્ડસેટર્સ ઓફ ૨૦૧૬ નો એવોર્ડ જીત્યો છે. તેમને ૨૦૧૮ ના જીક્યુના સૌથી પ્રભાવશાળી ભારતીયોમાંના એક તરીકે પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા.