ડાયાબિટીસના દર્દીઓને લીમડાના પાનનું સેવન કરવાની વણમાંગી સલાહ સૌથી પહેલા મળતી હોય છે. પરંતુ શું ખરેખર લીમડાના પાન ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે… જો આ પ્રશ્ન તમને પણ થતો હોય તો આજે તેનું સમાધાન તમને મળી જશે.
લીમડાના અનેક લાભ થાય છે પરંતુ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. માત્ર ડાયાબિટીસ માટે નહીં પરંતું માથાના વાળનો ખોડો દૂર કરવાથી માંડી શરીરની અનેક બીમારીને દૂર કરવાની ક્ષમતા લીમડામાં છે. તો ચાલો જાણી લો તમે આજે કે લીમડાના પાન કઈ કઈ બીમારીને દૂર કરી શકે છે.
લીમડાના પાનથી થતાં લાભ
લીમડાના પાનમાં ફંગસવિરોધી અને જીવાણુરોધી ગુણ હોય છે જે ત્વચા તેમજ વાળ માટે લાભદાયી છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી અને તેનો ઉપયોગ નહાવામાં કરવાથી વાળ અને ત્વચાનું સ્વાસ્થ્ય સુધરે છે.
પેઢાની સમસ્યા
પેઢામાં સમસ્યા હોય તો પણ લીમડાનો ઉપયોગ કરી શકાય છે. પેઢામાં સોજો હોય તો તેને દૂર કરવામાં તેમજ મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં પણ લીમડાના પાન ફાયદો કરે છે. લીમડાના પાનને વાટી તેને પેઢા પર લગાડી મસાજ કરવી અને 10 મિનિટ તેને રહેવા દેવું. પછી પાણીથી કોગળા કરી મોં સાફ કરી લેવું.