મિત્રો, આપણો દેશ એ ધર્મ અને આધ્યાત્મ પર ચાલતો દેશ છે. આપણા દેશમા જુદા-જુદા ધર્મના અનેકવિધ વ્યક્તિઓ વાસ કરે છે. આ દરેક ધર્મના વ્યક્તિઓ અનેકવિધ પ્રકારની વિશેષ પરંપરાઓ ધરાવે છે. આ પરંપરાઓના આધાર પર દરેક વ્યક્તિ પોતાનુ જીવન જીવે છે. આ ઉપરાંત દરેક ધર્મ વિશેના અમુક વિશેષ નીતિનિયમો પણ જે-તે ધર્મના ધાર્મિક શાસ્ત્રોમા લખવામા આવેલા હોય છે.
આજે આપણુ જીવન ભલે આધુનિક બની ગયુ છે અને પૌરાણિક પરંપરાઓને આપણે ભૂલતા જઈએ છીએ પરંતુ, જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, શાસ્ત્રોમા દર્શાવેલી આ બાબતો આજના સમયમા પણ ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે. જે કોઈપણ વ્યક્તિ શાસ્ત્રોમા દર્શાવેલી આ બાબતોને અનુસરે છે તેમના જીવનમા ક્યારેય પણ કોઈ મુશ્કેલી કે સમસ્યા સર્જાતી નથી આજે આ લેખમા અમે તમને શાસ્ત્રોમા દર્શાવેલી અમુક વિશેષ બાબતો વિશે જણાવીશુ.
પૌરાણિક શાસ્ત્રો મુજબ આપણા ઘરમા દેવી અને દેવતાની પ્રતિમા કે તસવીર લગાવવામા આવે તો તે આપણા માટે અત્યંત શુભ ગણવામા આવે છે. આપણા પૌરાણિક શાસ્ત્રોમા ઉલ્લેખ કરવામા આવેલા વચનો મુજબ જો તમે ઘરમા પ્રભુ મહાદેવની તસ્વીર કે પ્રતિમા લગાવવામા આવે તો તમને શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે.
આ સિવાય જો તમારા ઘરમા પ્રભુ મહાદેવની પ્રતિમા કે તસવીર લગાવવાની સૌથી ઉત્તમ દિશા એ ઉત્તર દિશા છે. એવુ માનવામા આવે છે કે, પ્રભુ મહાદેવનુ નિવાસસ્થાન એ કૈલાશ પર્વત ઉત્તર દિશામા છે. તેથી તેમની તસવીર કે પ્રતિમા ઉત્તર દિશમા લગાવવાની સલાહ આપવામા આવે છે. આમ, કરવાથી ઘરમા રહેલી તમામ નકારાત્મક ઉર્જાનો અંત થાય છે અને તમારા ઘરમા એક વિશેષ પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે.
આ સિવાય જો તમારા ઘરમા પ્રભુ મહાદેવ પ્રસન્ન મુદ્રામા બેઠા હોય કે નંદી સાથે ધ્યાન મુદ્રામાં બેઠા હોય તેવી તસવીર લગાવવામા આવે તો ઘરમા ચારેય તરફ સકારાત્મક ઉર્જા ફેલાય છે. જો તમે આ પ્રકારની તસવીર લગાવો તો ઘરમા રહેતા સદસ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે.
આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો પ્રભુ મહાદેવની પ્રતિમા સાથે માતા પાર્વતી અને બંને પુત્રો કાર્તિકેય અને પ્રભુ શ્રી ગણેશ બિરાજમાન હોય તો તેવી પ્રતિમા કે તસવીર ઘરમા લગાવવાથી તમારા તમામ કાર્યો પૂર્ણ થાય છે તથા તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમા સુખ-સમૃદ્ધિ અને ખુશી બની રહે છે. માટે જો તમે પણ તમારા ઘરમા સુખ અને શાંતિ સ્થાપવા ઈચ્છો છો તો તમારા ઘરમા મહાદેવની પ્રતિમા સ્થાપો.