દક્ષિણની અભિનેત્રી મહાલક્ષ્મી તેના લગ્નને લઈને હેડલાઇન્સમાં રહે છે. મહાલક્ષ્મીએ ચાર મહિના પહેલા નિર્માતા રવિન્દર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલના આ સંબંધે અનેક વિવાદો અને ટીકાઓને જન્મ આપ્યો હતો.
એવા અહેવાલો આવ્યા છે કે મહાલક્ષ્મી અને રવિન્દ્રની મુલાકાત ફિલ્મ ‘વિદિયમ વરાઈ કથીરુ’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. બંને વચ્ચે નિકટતા વધી અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
નિર્માતા રવીન્દર ચંદ્રશેખરન અને ટચૂકડા પડદાની જાણીતી સિરિયલ અભિનેત્રી મહાલક્ષ્મીએ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યાં હતાં.
બે વર્ષથી ડેટિંગ કરી રહેલા આ કપલે કેટલાક પસંદગીના મિત્રો અને સંબંધીઓની સામે લગ્નની વિધિ કરી હતી. બંનેના આ બીજા લગ્ન છે.
આ દંપતીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન કર્યાં હતાં અને તેમના લગ્નથી અનેક વિવાદો ઉભા થયા હતા.