Svg%3E

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતાં. 96 વર્ષનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય હાલ સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં હતાં. અહીં જ તેમને અંતિમ શ્વાસ લીધા. તેઓ સૌથી લાંબા સમય સુધી (70 વર્ષ) બ્રિટનના ક્વીન રહ્યાં.

ગુરુવારે બપોરે તેમની તબિયત ગંભીર થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ તેઓ ડોકટર્સની દેખરેખમાં સારવાર હેઠળ હતાં. તેમની તબિયત બગડ્યા બાદ ક્વીનના પૌત્ર પ્રિન્સ વિલિયમ પણ તેમની સાથે જ હતા.

Svg%3E
image socure

બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડના બાલ્મોરલ મહેલમાં રાણી એલિઝાબેથ દ્વિતીયે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે મહારાણીના મોટાપુત્ર પ્રિન્સ ચાર્લ્સ સહિત રાજ પરિવારના અનેક સભ્યો ત્યાં હાજર હતા. ધ કિંગ એન્ડ ધ ક્વિ કન્સોર્ટ ગુરુવારે બાલ્મોરલમાં રહેશે અને શુક્રવારે લંડન પાછા ફરશે. બે દિવસ પહેલાં જ મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી. તેમણે ત્યારે લિઝ ટ્રસની બ્રિટનના નવા વડાંપ્રધાન તરીકે નિમણૂક કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ મહારાણીના નિધન પર શોકસંદેશ પાઠવ્યો હતો.

Svg%3E
image socure

મહારાણીના મૃત્યુ પછી બ્રિટિશ સરકાર અને બ્રિટિશ રાજપરિવાર દ્વારા ૧૯૬૦થી જ તૈયાર કરાયેલી ‘ઓપરેશન લંડન બ્રિજ’ નામની વિશેષ યોજનાના ભાગરૂપે સરકાર તરફથી વડાપ્રધાન લિઝ ટ્રસે સૌથી પહેલું નિવેદન કર્યું હતું.ત્યાર પછી બ્રિટન અને સમગ્ર દુનિયામાં બ્રિટિશ સરકારની ઓફિસો પર યુનિયન જેક અડધી કાઠીએ ફરકાવાયો હતો.

Svg%3E
image socure

રાણીના નિધન પછી પ્રિન્સ ચાર્લ્સ શુક્રવારે રાષ્ટ્રને સંબોધન કરશે. મહારાણીના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા ૧૦ દિવસ પછી કરવામાં આવશે. આ સમયમાં નવા રાજા ચાર્લ્સ બ્રિટનની યાત્રાએ નિકળશે. બ્રિટન સરકાર ૧૦ દિવસ સુધી બધા જ કાર્યો અટકાવી દેશે. મહારાણીની અંતિમ ક્રિયા વેસ્ટમીનીસ્ટર એબે ખાતે કરવામાં આવશે અને તે મધ્યાન્હે સમગ્ર દેશમાં બે મિનીટ મૌન પાળવામાં આવશે.

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- મારી સંવેદનાઓ બ્રિટનના લોકોની સાથે

I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC

— Narendra Modi (@narendramodi) September 8, 2022

PM મોદીએ એલિઝાબેથ IIના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું કે તેમના નિધનથી ઘણો જ આઘાત લાગ્યો છે. એલિઝાબેથ IIને આપણાં સમયનાં એક દિગ્ગજ શાસક તરીકે યાદ કરવામાં આવશે. તેમને પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ આપ્યું. સાથે જ સાર્વજનિક જીવનમાં ગરિમા અને શાલીનતાથી લોકોએ શીખવું જોઈએ. આ દુઃખના સમયે મારી સંવેદનાઓ તેમના પરિવાર અને બ્રિટનના લોકોની સાથે છે.

Svg%3E
image socure

PM મોદીએ જણાવ્યું, “હું 2015 અને 2018માં UKની યાત્રા દરમિયાન મહારાણી એલિઝાબેથ દ્વિતીયને મળ્યો હતો. હું તેમના ઉમળકા અને દયાળુ સ્વભાવને ક્યારેય નહીં ભૂલું. એક બેઠક દરમિયાન તેમને મને એક રૂમાલ દેખાડ્યો હતો, જે મહાત્મા ગાંધીએ તેમને લગ્નમાં ક્વીનને ભેટ કર્યો હતો.”

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju