હિન્દુ ધર્મમાં અઠવાડિયાના સાત દિવસને લઈને કેટલાક નિયમો છે. આ નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને અનેક પ્રકારની પરેશાનીઓથી બચી શકાય છે. હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં વિવાહિત મહિલાઓને લઈને પણ કેટલાક નિયમો છે. તે તેના વાળ ધોવાના દિવસ વિશે પણ ખાસ વાતો કહે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે વિવાહિત મહિલાઓએ અમુક દિવસો પર જ માથુ ધોવાથી બચવુ જોઈએ.આ દિવસોમાં વાળ ધોવાના ઘણા ગેરફાયદા છે, જેનો ભોગ મહિલા સહિત આખા પરિવારને ભોગવવું પડે છે. જેમ કે નાણાકીય તંગી, પ્રગતિમાં અવરોધો વગેરે.
અઠવાડિયાના જુદા જુદા દિવસો પર વાળ ધોવાની અસરો
સોમવાર-
ધાર્મિક શાસ્ત્રો અનુસાર પરણિત મહિલાઓએ સોમવારે વાળ ન ધોવા જોઈએ. ખાસ કરીને જે મહિલાઓની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ અશુભ હોય છે તેમણે સોમવારે વાળ ન ધોવા જોઈએ. આમ કરવાથી પરિવારની પ્રગતિ થતી નથી.
મંગળવાર-
પરણિત સ્ત્રીનું માથું ધોવું મંગળવારે પણ સારું માનવામાં આવતું નથી. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. જો કોઈ પણ સંજોગોમાં વાળ ધોવા પડે તો સ્ત્રીએ માથું ધોવા માટે આમળાનો રસ કે આમળાના પાવડરનો ઉપયોગ કરવો જોઈએ.