ટી-20 ક્રિકેટને હંમેશા બેટ્સમેનની રમત માનવામાં આવે છે, પરંતુ ઘણા પ્રસંગે બોલરોનો દબદબો રહ્યો છે. પાંચ ભારતીય બેટ્સમેન ટી-20 ક્રિકેટમાં મેડન ઓવર રમ્યા છે. આ યાદીમાં ઘણા લેજન્ડરી બેટ્સમેનોનો સમાવેશ થાય છે. જ્યારે આ ભારતીય બેટ્સમેનો ટી-20 ક્રિકેટના મોટા માસ્ટર છે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.
કેએલ રાહુલે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ 5 મેડન ઓવર રમી છે. જ્યારે ટી-20 ક્રિકેટમાં પણ તેના નામે 2200થી વધુ રન અને બે સદી છે.
શિખર ધવને ટી-20 ક્રિકેટમાં 2 મેડન ઓવર રમી છે. તેણે ટી-20 ક્રિકેટમાં ભારત માટે 1759 રન બનાવ્યા છે.
રોહિત શર્માની ગણતરી ટી-20 ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેણે ટી-20 ક્રિકેટમાં ચાર સદી ફટકારી છે. તે ટી-20 ક્રિકેટમાં 1 મેડન ઓવર પણ રમી ચૂક્યો છે.
શુબમન ગિલે ટી-20 ક્રિકેટમાં મેડન ઓવર રમી છે. ગિલ સાવધાનીપૂર્વક બેટિંગ કરવા માટે પ્રખ્યાત છે.
સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તે મેદાનના કોઈપણ ખૂણામાં સ્ટ્રોક કરી શકે છે. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં તેણે મેડન ઓવર રમી હતી. કિવી કેપ્ટન મિચેલ સેન્ટનરે તેને એક પણ રન બનાવવા દીધો નહતો.