ભારત હોય કે દુનિયાનો કોઈપણ દેશ અહીં વસતા લોકોના મનમાં તેના સપનાનું ઘર ખરીદવા અને તેમાં શાંતિથી જીવન પસાર કરવાની ઈચ્છા તો હોય જ છે. વ્યક્તિ અમીર હોય તો તે આલીશાન ઘર બનાવે છે અને તેમાં વસે છે, જો વ્યક્તિ ગરીબ હોય તો તે તેની ક્ષમતા અનુસારના ઘરમાં રહે છે. દરેક વ્યક્તિ માટે તેનું પોતાનું ઘર ખાસ હોય છે.
દુનિયાના દરેક વ્યક્તિની ઈચ્છા અને દિવસ-રાતની દોડધામ તેના પોતાના ઘર માટે હોય છે. તેનું ઘર તમામ જરૂરી સુખ સુવિધાઓથી સજ્જ હોય અને પરીવાર તેમાં ખુશ રહે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં લોકો ઘરમાં રહી શકતા નથી. તેઓ રહેવા માટે માળા જેવી જગ્યાનો ઉપયોગ કરે છે ? આવું તેમને છેલ્લા 700 વર્ષથી કરવું પડે છે.
આ દેશ છે ઈરાન, અહીં લોકો ઘરમાં નહીં પરંતુ ચકલીના માળા જેવી બખોલમાં રહે છે. આ બખોલ તેમના માટે ઘર છેલ્લા 700 વર્ષથી છે. અહીં લોકો વર્ષોથી આ રીતે રહે છે અને આ માળામાં તેમની અનેક પેઢીઓ પસાર થઈ છે.
ઈરાનમાં આવેલા કંદોવન નામના ગામમાં લોકો માળાને ઘર બનાવીને રહે છે. આવા ઘરમાં રહેવા માટે તેમણે ખાસ પ્રકારની રહેણી કરણી પણ સ્વીકારી છે. જો કે હવે આ ઘરમાં રહેવાના કારણે અને પોતાની આગવી પરંપરાના કારણે આ ગામ દુનિયાભરમાં જાણીતું થયું છે.
આ ગામના લોકો પક્ષીઓ જેમ બખોલમાં માળો બનાવી રહે છે તેમ રહે છે. આમ કરવાનું કારણ જાણી લોકો પણ આશ્ચર્યમાં પડી જાય છે. આ ઘરની ખાસિયત એ છે કે અહીં ગરમીના દિવસોમાં પણ એસીની જરૂર પડતી નથી કારણ કે ઘર કુદરતી રીતે ઠંડુ રહે છે તો સાથે જ શિયાળામાં અહીં હીટરની જરૂર પડતી નથી. બંને ઋતુમાં લોકો આરામદાયક સ્થિતિમાં રહી શકે છે.
શા માટે લોકો રહે છે વર્ષોથી બખોલમાં ?