છોકરીઓ તેમની લગ્નની બાબતને લઇને અનેક ઘણી ચિંતામાં રહેતી હોય છે. જો લગ્ન પહેલા છોકરીઓ અનેક બાબતોનુ ધ્યાન રાખતી નથી તો તેમને પાછળથી અનેક ઘણો પસ્તાવો થતો હોય છે. આ માટે જરૂરી છે કે, લગ્ન પહેલા નાની-નાની બાબતોનુ ધ્યાન રાખવુ. જો કે લગ્ન પછી છોકરીઓ પર અનેક પ્રકારની જવાબદારી આવી જતી હોય છે.
આ સાથે જ લગ્ન પછી છોકરીઓને સાસરીમાં અનેક પ્રકારના સવાલોના જવાબો આપવા પડતા હોય છે. આ બધા જ સવાલોના જવાબો આપવા માટે છોકરીઓ લગ્ન પહેલા જ અનેક રીતે પ્રેકટિકલ થવુ ખૂબ જ જરૂરી છે. જો તમે પ્રેકટિકલ નથી થતા તો તમારે અનેક લોકોના મેણાં-ટોણાં સાંભળવા પડે છે. તો જાણી લો તમે પણ આજે લગ્ન પછી છોકરીઓને કયા-કયા પ્રશ્નોના જવાબ આપવા પડે છે.
પ્રેગનન્સીને લઇને સવાલ
લગ્નના એક બે વર્ષ પછી ઘરના વડીલો પ્રેગનન્સીની બાબતને લઇને અનેક પ્રકારના સવાલો પૂછતા હોય છે. જો કે આ સવાલ સાસુ જ નહિં પરંતુ પરિવારજનોં પણ પ્રેગનેન્સીને લઇને અનેક પ્રકારના સવાલો પૂછતા હોય છે. જો કે ઘણી વખત તો આ સવાલ એટલો હાસ્યજનક લાગતો હોય છે કે, ઘરમાં વહુ લગ્ન કરીને આવી જ હોય ત્યાં અનેક લોકોને તેના ગુડ ન્યૂઝની ચિંતા થવા લાગતી હોય છે.
જમવાનુ બનાવવાનો શોખ છે
નવી વહુને આ સવાલ તો દરેક લોકો પૂછતા હોય છે કે તને જમવાનુ બનાવતા આવડે છે કે નહિં. આ સાથે જ રસોઇમાં કયા-કયા પ્રકારની વાનગીઓ બનાવતા આવડે છે. જો કે ઘણા ઘરમાં તો ફેમિલી મેમ્બર તેમની વહુ પાસે તેમને ભાવતી ડિશ બનાવડાવે છે અને પછી રસોઇ કેવી બની તેનુ રિઝલ્ટ પાસ કે નાપાસમાં આપતા પણ હોય છે. આ એક ભારતીય રીત-રિવાજ છે જેમાં નવી વહુને લગ્નના પહેલા જમવાનુ બનાવીને ઘરના લોકોને જમાડવાના હોય છે.
સાડી પહેરતા આવડે છે