શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. મીરાને ચાહકો સાથે વાતચીત કરવી અને તસવીરો શેર કરવી ગમે છે. તે ચાહકો સાથે જોડાવા માટે ઘણીવાર કંઈક અથવા બીજું કરે છે. પરંતુ હાલમાં જ મીરાએ એક તસવીર પોસ્ટ કરીને જણાવ્યું કે એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન એક સુરક્ષા ગાર્ડે તેને રોકી હતી. જે બાદ તેની બેગમાંથી કંઈક એવું બહાર આવ્યું જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
વાત જાણે એમ છે કે મીરા રાજપૂત ક્રિસમસના અવસર પર તેની માતાને તેના ઘરે મળવા જઈ રહી હતી. એ દરમિયાન, જ્યારે તે એરપોર્ટ પર પહોંચી ત્યારે તેને સુરક્ષા ગાર્ડે અટકાવી હતી મીરા રાજપૂતની બેગ ચેક કરવામાં આવી તો એમાંથી કાચની બરણીમાં કોબી અને સલગમનું અથાણું હતું. આ જોઈને સિક્યુરિટી ગાર્ડ પણ હસવા લાગ્યો અને એ પછી એમને મીરા રાજપૂતને જવા દીધી.
આ પછી મીરા રાજપૂતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેને લખ્યું છે કે- ‘જ્યારે લોકો તમને એરપોર્ટ પર ઘરે બનાવેલું ભોજન લેવા માટે રોકે છે. તે કોબી સલગમ અથાણું હતું. આ જોઈને લોકોને ખબર પડે છે કે તમે પંજાબી છો. આ પછી અધિકારીઓ ત્યાં હસવા લાગ્યા અને કહ્યું કે અથાણું છે જવા દો.
મીરા રાજપૂત અવારનવાર શાહિદ અને બાળકોની વાતો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ચાહકોને તેની તસવીરો ખૂબ જ પસંદ આવે છે. જણાવી દઈએ કે શાહિદ અને મીરાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે.અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂત બોલિવૂડના આદર્શ યુગલોમાંથી એક છે. ચાહકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે.
બંને ઘણીવાર કપલ ગોલ પૂરા કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શાહિદ અને મીરા બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાની સ્ટાઇલિશ તસવીરો ફેન્સ સાથે શેર કરતા જોવા મળે છે.