ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કાતિલ ઠંડી પડી રહી છે અને કાતિલ ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. પરંતુ, શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ ઠંડી ક્યાં છે? તો ચાલો તમને જણાવીએ કે કયું શહેર સૌથી ઠંડુ છે અને અહીંના લોકો તેનાથી કેવી રીતે પીડાય છે.
દુનિયાનું સૌથી ઠંડુ શહેર યાકુત્ય છે, જે રશિયાના યાકુત્સ્ક પ્રાંતમાં છે અને રાજધાની મોસ્કોથી લગભગ 5000 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. અહીં ઠંડીના કારણે સ્થિતિ એટલી ખરાબ થઇ જાય છે કે જ્યાં બજારમાં માછલી રાખવા માટે ફ્રીઝરની જરૂર નથી પડતી. (ફોટો સોર્સઃ રોયટર્સ)
યાકુત્સ્ક પ્રાંતના યાકુત્ય શહેરમાં તાપમાન માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. તાપમાન એટલું ઘટી ગયું છે કે અહીં લોકોની આંખોની પાંપણો પણ જામી જાય છે. (ફોટો સોર્સઃ રોયટર્સ)
યાકુત્સ્ક રશિયાના દૂર પૂર્વ વિસ્તારમાં સ્થિત છે અને તાપમાન ઘણીવાર માઇનસ ૪૦ થી નીચે જાય છે. યાકુત્સ્ક પ્રાંતમાં આખું વર્ષ તાપમાન માઈનસમાં રહે છે અને શિયાળામાં સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. (ફોટો સોર્સઃ રોયટર્સ)
યાકુત્યા શહેરના લોકોનું કહેવું છે કે, તેઓ ઠંડીથી છુટકારો મેળવી શકતા નથી. લોકો કહે છે કે તમે કાં તો હવામાન અનુસાર પોતાને સમાયોજિત કરો છો અને તે મુજબ વસ્ત્રો પહેરો છો અથવા તમે ઠંડીને કારણે બીમાર પડો છો. લોકોએ દરેક સમયે કપડાંના ઘણા સ્તરો પહેરવા પડે છે. (ફોટો સોર્સઃ રોયટર્સ)
યાકુત્યા શહેરના લોકોને ઠંડીના કારણે પણ ખોરાકની સમસ્યાનો સામનો કરવો પડે છે અને લોકો મોટાભાગે માંસ આધારિત ખોરાક પર ટકી રહે છે. આ સિવાય અહીંના લોકો એ તમામ વસ્તુઓ ખાય છે જે શરીરને ગરમી આપે છે અને જીવતા રહેવામાં મદદ કરે છે. (ફોટો સોર્સઃ રોયટર્સ)