જો તમે જીવનની કોઈપણ મુશ્કેલ લડાઈમા વિજય મેળવવા ઇચ્છો છો તથા તમારા અટકેલા કામને પૂર્ણ કરવા ઈચ્છો છો અથવા તમારા શત્રુઓને પરાસ્ત કરવા ઈચ્છો છો તો તમારે પ્રભુ શ્રી બજરંગબલીના વિશેષ આશીર્વાદની આવશ્યકતા પડી શકે છે. પવનપુત્ર બજરંગબલી એ પોતાના ભક્તોના તમામ દુઃખોને હરી લે છે.
પ્રભુ શ્રી બજરંગબલીની ભક્તિથી બળ, બુદ્ધિ અને જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થાય છે. બજરંગબલીના નામ માત્રથી ભૂત-પ્રેત પણ તમારી નજીક આવતા નથી. જે કોઈપણ સાચા હ્રદયથી તેમણે સ્મરણ કરે છે, તેમના જીવનની તમામ મુશ્કેલીઓ તે દૂર કરે છે. શાસ્ત્રો મુજબ તે ચિરંજીવી છે.
દર મંગળવાર અને શનિવાર એ હનુમાનજીનો વિશેષ દિવસ હોય છે. બજરંગબલીના મંદિરમા દરરોજ લાખો ભક્તો પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ બજરંગબલીની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં પેદા થયેલા તમામ અશુભ ગ્રહોની અસર આપોઆપ દૂર થઈ જાય છે.
આ ઉપરાંત પ્રભુ શનિએ પ્રભુ શ્રી બજરંગબલીને વચન આપ્યુ હતુ કે, જો કોઈ બજરંગબલીની પૂજા કરશે તો તેના પર શનિની દશા રહેશે નહીં. જો તમે શનિની અર્ધસતી સાડેસાતીથી પીડાઈ રહ્યા હોવ તો મંગળવારે બજરંગબલીની પૂજા કરો અને તેમને એક મીઠુ પાન અર્પણ કરો. જો મંગળ નબળો હોય તો મંગળવારે પાન અર્પણ કરીને તમારો મંગળ ઠીક થઈ શકે છે.
બજરંગબલી એ અષ્ટ સિદ્ધિ ધરાવે છે એટલે જો તમે બજરંગબલીને મીઠુ પાન અર્પણ કરશો તો લક્ષ્મી માતા સદાય તમારાથી પ્રસન્ન રહેશે અને તમારા ઘરમા ક્યારેય પણ આર્થિક નાણાભીડની સમસ્યા સર્જાશે નહિ. આ દિવસે તમે સરળતાથી તેમને ખુશ કરી શકશો અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો.
મીઠા પાનથી પ્રભુ બજરંગબલી અત્યંત પ્રસન્ન થાય છે. મંગળવાર અને શનિવારના દિવસે પાન અર્પણ કરવાથી તમને ઇચ્છિત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે જે કોઈપણ ભકત પાન અર્પણ કરે છે તેને બજરંગબલીના વિશેષ આશીર્વાદ મળી રહે છે અને હનુમાનજી ભક્તોની દરેક ઈચ્છાઓને પણ પૂર્ણ કરે છે.