દર વર્ષે 3 સપ્ટેમ્બરના રોજ વિશ્વના પ્રખ્યાત આર્કિટેક્ટ લુઇસ એચ.સુલિવાનની જન્મજયંતિ નિમિત્તે આંતરરાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી ઇજનેરો અને આર્કિટેક્ટ્સના કામની પ્રશંસા કરવા માટે કરવામાં આવે છે જેમણે વિશ્વભરમાં એક કરતા વધુ ગગનચુંબી ઇમારત બનાવી છે. જો કે આ દિવસ લુઈસ એચ.સુલિવાનના જન્મદિવસે એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે તેમણે વર્ષ 1885માં શિકાગો શહેરમાં વિશ્વની પ્રથમ ગગનચુંબી ઇમારત બનાવી હતી, જેમાં 10 માળની હતી અને તેની ઊંચાઈ લગભગ 138 ફૂટ હતી. આ સિવાય પણ તેમણે આવી અનેક ઇમારતો બનાવી હતી, જે પોતે પણ તે સમયે કોઇ અજાયબીથી ઓછી નહોતી. ચાલો આજે તમને જણાવીએ વિશ્વની 7 સૌથી મોટી ગગનચુંબી ઇમારતો, જેની તસવીર નીચે આપવામાં આવી છે.
બુર્જ ખલીફા – 828 મીટર (2,717 ફૂટ)
શાંઘાઈ ટાવર – 632 મીટર (2,073 ફૂટ)
મક્કા રોયલ ક્લોક ટાવર – 601 મીટર (1,971 ફૂટ)
પાંગ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર – 599 મીટર (1,965 ફૂટ)
લોટે વર્લ્ડ ટાવર – 554.5 મીટર (1,819 ફૂટ)