બોલિવૂડમાં 90ના દાયકામાં ઘણા ફિલ્મ સેલેબ્સે પોતાની એક્ટિંગના આધારે ફેન્સના દિલ પર રાજ કર્યું હતું. આ લિસ્ટમાં એ જમાનાની સૌથી સુંદર અભિનેત્રી નગ્માનું નામ પણ સામેલ છે. 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક નગમા પોતાના જમાનાની સૌથી લોકપ્રિય અભિનેત્રી હતી. જો કે બાદમાં તેમણે ફિલ્મોને અલવિદા કહીને રાજકારણમાં પગ મૂક્યો હતો. આજના જમાનામાં પણ ચાહકોનો નગ્મા પ્રત્યેનો ક્રેઝ યથાવત્ છે. આવો જાણીએ એ સુંદર અભિનેત્રી વિશે, જે લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે.
નગમાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત બૉલીવુડના ભાઈજાન સલમાન ખાનથી કરી હતી. પોતાની પહેલી ફિલ્મ દરમિયાન અભિનેત્રી માત્ર 16 વર્ષની હતી. 1990માં ફિલ્મ ‘બાગી’માં જોવા મળેલી આ એક્ટ્રેસે પોતાની એક્ટિંગથી કરોડો લોકોના દિલ પર રાજ કરવાનું શરૂ કર્યું હતું. નગ્મા રાતોરાત સ્ટાર બની ગઈ. સલમાન ખાન સાથે નગમાની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ચાહકો નગમાની સુંદરતાના દિવાના હતા.
ત્યારબાદ નગમાએ અક્ષય કુમાર સાથે ‘સુહાગ’માં કામ કર્યું હતું અને આ ફિલ્મ પણ હિટ રહી હતી. અભિનેત્રીને તેની કારકિર્દીની શરૂઆતમાં જ સફળતા મળી હતી. બાદમાં પોતાની મિત્ર દિવ્યા ભારતીના કહેવાથી તેણે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું હતું. નગમાના ચાહકોની પણ કોઈ કમી ન હતી. પોતાના અભિનયથી એણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ લાખ્ખો ચાહકો ઊભા કર્યા હતા.