આપણા પ્રાચીન ગ્રંથોમાં એવા અનેક મંત્ર અને ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને અમલમાં મુકવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. પરંતુ આ ઉપાયો ત્યારે જ ફળ આપે છે જ્યારે તેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે.
નવરાત્રિના આ દિવસો અત્યંત ચમત્કારી હોય છે. આ દિવસોમાં કરેલી પૂજા-અર્ચના તુરંત ફળ આપે છે. તો ચાલો સૌથી પહેલા જ જાણી લો કે નવરાત્રિમાં એવા કયા ઉપાયો કરવા જોઈએ જે ચમત્કારી સાબિત થાય અને જીવનની દશા બદલી શકે છે.
1. નવરાત્રિમાં શુભ મુહૂર્તમાં ધતુરાના મૂળનો એક ટુકડો ઘરમાં લાવી તેની પૂજા કરી અને મંદિરમાં સ્થાપિત કરવો. આ ટુકડાની સ્થાપના કરતાં પહેલા મહાકાળી માતાના બીજમંત્ર ‘ક્રીં’નો 108 વખત જાપ કરવો.
2. નવરાત્રિ દરમિયાન ઘરમાં કેળનું ઝાડ રોપવાથી પણ લાભ થાય છે. પહેલા નોરતાં પર ઘરમાં તેને રોપી અને નવ દિવસ સુધી તેમાં તાંબાના કળશથી જળ ચઢાવવું. ત્યારબાદ દર ગુરુવારે પાણીમાં થોડું કાચું દૂધ ઉમેરી અને કેળમાં ચઢાવવું. આર્થિક તંગીની સમસ્યા દૂર થઈ જશે.
3. નવરાત્રિમાં તુલસીના છોડની પણ નિયમિત પૂજા કરવી. સવારે જળ ચઢાવવું અને સંધ્યા સમયે તુલસી નજીક ઘીનો દીવો કરવો. આ ઉપાયથી પણ ધનની તંગીની સમસ્યા દૂર થશે.
4. નવરાત્રિ દરમિયાન કોઈપણ દિવસે શુભ ચોઘડિયામાં વડલાનું એક પાન તોડી તેને ઘરે લાવી શુદ્ધ જળથી સાફ કરી તેના પર હળદરથી સાથિયો કરી તેને તિજોરીમાં સ્થાપિત કરવું. આ પાન જ્યાં સુધી તિજોરીમાં હશે ત્યાં સુધી તિજોરી ખાલી નહીં થાય.