Svg%3E

બિગ બીનો કોરોના રિપોર્ટ નેગેટિવ

અમિતાભે આજે એટલે કે 1 સપ્ટેમ્બરે બ્લોગમાં કહ્યું હતું, ‘કામ પર પરત…તમારી પ્રાર્થના માટે આભારી છું. ગઈ કાલ રાત્રે મારો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 9 દિવસનું આઇસોલેશન પૂરું થયું. આમ તો સાત દિવસ જરૂરી છે. હંમેશાંની જેમ તમને બધાને પ્રેમ. તમે આ કોરોના પીરિયડ દરમિયાન ઘણાં જ દયાળું ને ચિંતિત રહ્યા. પરિવારે મારી ઘણી જ કાળજી રાખી. તમારા બધાનો હાથ જોડીને આભાર માનું છું.’

અમિતાભ બચ્ચનને હાલમાં જ બીજીવાર કોરોના થયો હતો. હવે બિગ બીનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. અમિતાભે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે 9 દિવસના આઇસોલેશનમાં રહ્યા બાદ તે કામ પર પરત ફર્યા છે. અમિતાભે આજથી (પહેલી સપ્ટેમ્બર) ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’નું શૂટિંગ શરૂ કર્યું છે.

Amitabh Bachchan rejects reports of him testing negative for coronavirus | Entertainment News,The Indian Express
image soucre

શોના ફર્સ્ટ એપિસોડમાં આમિર ખાન, બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ, ફુટબોલર સુનીલ છેત્રી સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવશે. અમિતાભ બચ્ચને વર્ષ 2000થી આ શોને હોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી.

અમિતાભ બચ્ચનને વર્ષ 2020માં પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ દરમિયાન અભિનેતાને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘણા દિવસો સુધી સારવાર હેઠળ રહ્યા હતા. ત્યારે તેમના પ્રશંસકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું.

Amitabh Bachchan opens up about how Covid-19 takes a toll on patient's mental health | Deccan Herald
image soucre

અમિતાભ બચ્ચનની વાત કરીએ તો તાજા સમાચાર મુજબ તેઓ આજે કોરોનાને હરાવીને કામ પર પરત ફર્યા છે. આ ઉપરાંત અભિનેતાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બહુ જલદી થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત તેની પાસે વિકાસ બહલની ‘ગુડબાય’, ‘હાઇટ’ અને ‘પ્રોજેક્ટ કે’ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Svg%3E
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju