વિશ્વમાં ઘણા યોદ્ધાઓ રહ્યા છે જેમના નામ ઇતિહાસમાં કાયમ માટે અમર બની ગયા છે. આવા જ યોદ્ધા હતા ફ્રાન્સના મહાન રાજા નેપોલિયન બોનાપાર્ટ. તેમણે વિશ્વના મોટા ભાગ પર શાસન કર્યું છે. બ્રિટનના મહાન લડવૈયા, 15ઓગસ્ટ 1769 માં કોર્સિકા ટાપુના અજાચીયોમાં જન્મેલા નેપોલીયન બોનાપાર્ટના વીશે બ્રિટેનના મહાન યોદ્ધા ડ્યૂક ઓફ વેલિંગ્ટને કહ્યું હતું કે, યુદ્ધના મેદાનમાં તે એકલો 40 હજાર લડવૈયાઓની બરાબર હતો.

image source

સામાન્ય માણસથી લઈને બાદશાહની ગાદી સુધીનો નેપોલિયનનો પ્રવાસ ખૂબ જ રસપ્રદ હતો. ચાલો જાણીએ નેપોલિયન બોનાપાર્ટ વિશે કેટલીક રસપ્રદ વાતો, જે તમે ભાગ્યે જ શાંભળી હશે.

નેપોલિયન બોનાપાર્ટેને વિશ્વના મહાન સેનાપતિઓમાં ગણવામાં આવે છે

image source

ઇતિહાસમાં નેપોલિયન બોનાપાર્ટેને વિશ્વના મહાન સેનાપતિઓમાં ગણવામાં આવે છે. તેમણે ફ્રાન્સમાં નવો કાયદો પણ લાગુ કર્યો, જેને નેપોલિયનનો કોડ કહેવામાં આવે છે. તેમની કાયદા સંહિતામાં સિવિલ લગ્ન અને છૂટાછેડાની પ્રથાને માન્યતા આપવામાં આવી હતી. તે સમયે આ એક મોટી વાત હતી.

24 વર્ષની ઉંમરે બ્રિગેડિયર જનરલ બનાવવામાં આવ્યો

image source

નેપોલિયન ખૂબ જ પૈસાદાર કુટુંબમાંથી નહોતો, પરંતુ તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, તેથી તેના માતાપિતાએ તેને ફક્ત નવ વર્ષની ઉંમરે ફ્રાન્સ મોકલ્યો હતો. તેમનો અભ્યાસ જુદા જુદા સ્થળોએ થયો અને સપ્ટેમ્બર 1785 માં તેણે ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી. પછીથી તે ફ્રેન્ચ લશ્કરમાં જોડાયો, જ્યાં તેને આર્ટિલરી રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટનો રેન્ક મળ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે નેપોલિયનને ફક્ત 24 વર્ષની ઉંમરે બ્રિગેડિયર જનરલ બનાવવામાં આવ્યો હતો.

તેણે પોતાને રાજા જાહેર કર્યો

image source

નેપોલિયને તેની બહાદુરી અને સમજદારીના કારણે ઘણી લડાઇ જીતી હતી. તેમણે સેનાપતિ તરીકે ફ્રાન્સની સૌથી શક્તિશાળી સૈના પણ તૈયાર કરી હતી, પરંતુ પાછળથી કેટલાક સંજોગો સર્જાયા કે તેમને ફ્રાન્સના બાદશાહનું પદ લેવું પડ્યું. 1804 માં પોપની હાજરીમાં તેણે પોતાને રાજા જાહેર કર્યો હતો.

બ્રિટિશરોએ તેને આર્સેનિક ઝેર આપીને તેની હત્યા કરી

image source

વર્ષ 1815 માં વોટરલૂની લડતમાં પરાજય પછી, બ્રિટિશરોએ નેપોલિયનને અંધ મહાસાગરના દૂર ટાપુ સેંટ હેલેનામાં કેદ કરી દીધો હતો. જ્યાં 6 વર્ષ બાદ તેનું મૃત્યુ થઈ ગયું. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે બ્રિટિશરોએ તેને આર્સેનિક ઝેર આપીને તેની હત્યા કરી હતી. વાસ્તવમાં, આર્સેનિકને ઝેરનો રાજા કહેવામાં આવે છે. આને કારણે, શરીરના ઘણા ભાગો કામ કરવાનું બંધ કરી દે છે અને આખરે વ્યક્તિ મરી જાય છે.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *