કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નવા સંસદ ભવનમાં બજેટ સત્ર યોજાય તે માટે પ્રયાસ કરી રહી છે. બજેટ બેઠકનો પ્રથમ તબક્કો 30-31 જાન્યુઆરીએ બોલાવવામાં આવે છે.
નવા સંસદ ભવનનો હોલ તૈયાર છે. લોકસભા હોલની અંદર એવી તસવીરો સામે આવી છે, જેમાં લોકસભા ઘણી ભવ્ય અને વિશાળ લાગી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ વર્ષે નવા સંસદ ભવનમાં રાષ્ટ્રપતિનું સંયુક્ત સંબોધન કરવાની તૈયારી કરી રહી છે. એવી પણ આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષનું બજેટ સત્ર પણ સંસદના નવા હોલમાં રજૂ કરવામાં આવશે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નવા સંસદ ભવનમાં બજેટ સત્ર યોજાય તે માટે પ્રયાસ કરી રહી છે. બજેટ બેઠકનો પ્રથમ તબક્કો 30-31 જાન્યુઆરીએ બોલાવવામાં આવે છે. સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધિત કરે છે. બીજા દિવસે લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવે છે. આશા છે કે આ વખતે નવી બિલ્ડિંગમાં બજેટ રજૂ કરવામાં આવશે.
નવું સંસદ ભવન હાલના સંસદ ભવનથી પણ મોટું હશે, જે આકર્ષક અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. ટાટા પ્રોજેક્ટ્સ 64,500 ચોરસ મીટરમાં બની રહેલા નવા સંસદ ભવનના નિર્માણ માટે કામ કરી રહ્યા છે. સંસદ ભવનના નવા ભવનમાં ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમની સાથે સાથે ડેટા નેટવર્ક સુવિધાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
નવા સંસદ ભવનમાં 1,224 સાંસદોને બેસવાની ક્ષમતા છે. એટલે કે એક સાથે 1224 સાંસદો બેસી શકે છે. તેમાં લોકસભામાં 888 સાંસદો અને રાજ્યસભામાં 384 સાંસદો બેસી શકે છે. નવી બિલ્ડિંગમાં સેન્ટ્રલ હોલ નહીં હોય. બંને ગૃહના સાંસદો લોકસભા હોલમાં જ બેસી શકશે. નવા બિલ્ડિંગમાં સુંદર કોન્સ્ટિટ્યૂશન હોલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
નવા સંસદ ભવનમાં લાઉન્જ, લાઇબ્રેરીઓ, કમિટી હોલ, કેન્ટીન અને પાર્કિંગની સુવિધા પણ છે. આ ઇમારત સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે અને એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. ચાર માળનું નવું સંસદ ભવન 971 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.