ટેલિવિઝનની ખૂબ જ સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ અભિનેત્રી નિયા શર્માને આમ તો કોઈ પરિચયની જરૂર નથી. નિયા શર્માનો જન્મ 17 સપ્ટેમ્બર 1990ના રોજ થયો હતો. આ વર્ષે નિયા તેનો 30 મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે. ‘જમાઈ રાજા’ અને ‘એક હજારો મે મેરી બહના’ થી ઓળખાતી નિયા શર્માનું અસલી નામ નેહા શર્મા છે. ઇન્ડિયામાં પગ મૂકતાંની સાથે નિયાએ તેનું નામ બદલ્યું. નિયાના જન્મદિવસે તમને નિયાની કારકિર્દી અને તેનાથી સંબંધિત કેટલીક વિશેષ વાતો જણાવીએ.
સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
નિયાનો જન્મ દિલ્હીમાં થયો છે. જેના કારણે તેનો સંપૂર્ણ અભ્યાસ દિલ્હીમાં થયો હતો. નિયાએ જગ્ગનાથ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, દિલ્હીથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. પરંતુ ગ્લેમર ઉદ્યોગનો મોહ નિયાને મુંબઇ લઈ આવ્યો. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણી ઘણી વખત તેના મોહક અને બોલ્ડ ફોટોગ્રાફ્સ સાથે ચાહકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. જોકે આ તસવીરો અને વીડિયોને કારણે તે ઘણી વખત ટ્રોલ પણ થતી રહે છે.
કરિયરની શરૂઆત ટીવી શો ‘કાલી’ થી કરી હતી
નિયા શર્મા એશિયાની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે. રેડ કાર્પેટ પર દેખાવ માટે નિયા પણ ખૂબ પ્રખ્યાત છે. નિયાએ તેની કરિયરની શરૂઆત ટીવી શો ‘કાલી’ થી કરી હતી. પરંતુ નિયાને આ સિરિયલથી વધારે ઓળખ મળી નથી. આ પછી, નિયા સ્ટાર પ્લસ સિરિયલ ‘એક હજાર મેં મેરી બહના હૈ’માં જોવા મળી હતી. આ સીરિયલમાં નિયાએ માનવીની ભૂમિકા નિભાવી હતી. બસ નીયાની સફળતાની વાર્તા અહીંથી શરૂ થઈ.
ખતરો કે ખિલાડી સીઝન 8’ નો ભાગ પણ રહી ચૂકી