મોર્ડન સમયમાં દરેક વ્યક્તિની પાસે મોબાઇલ હોય છે. જો કે આજના આ સમયમાં મોબાઇલ ફોન એક જરૂરિયાત છે. મોબાઇલ વગરની જીંદગી જાણે અધૂરી હોય તેમ લાગે છે. ઘણા લોકો એટલા મોંઘા મોબાઇલ ફોન યુઝ કરતા હોય છે કે ના પૂછો વાત. આમ, મોબાઇલ ફોનની કેર પણ લોકો ખૂબ જ કરતા હોય છે. આજે માર્કેટમાં જેમ-જેમ મોબાઇલ ફોન બદલાતા જાય છે તેમ-તેમ તેના કવરમાં પણ અનેક ઘણી નવી ડિઝાઇન્સ આવતી હોય છે. ઘણા કવરની કિંમત તો ખૂબ જ મોંઘી હોય છે. જેમ લોકોને નવા-નવા મોબાઇલ લાવવાના શોખ હોય છે તેમ લોકો તેના કવર પાછળ પણ અનેક ઘણો ખર્ચો કરતા હોય છે. કવરમાં પણ અનેક પ્રકારની નવી-નવી ડિઝાઇન્સ આવતી હોય છે. જો તમે આજે કોઇ નવી ડિઝાઇનવાળુ કવર ખરીદો છો તો બે દિવસ રહીને તે ડિઝાઇન જૂની થઇ જાય છે.
આમ, જો તમે બહારના મોંઘાદાટ કવર ના લાવવા ઇચ્છતા હોવ તો આજે અમે તમને ઘરે જાતે જ મોબાઇલનુ બેક કવર બનાવવાની રીત જણાવીશું. આ કવર ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તમારો મોબાઇલનો દેખાવ પણ એકદમ બદલાઇ જાય છે. એટલે કે, તમારો જૂનો મોબાઇલ એકદમ નવા જેવો જ થઇ જાય છે.
Nautical Anchor
નૌટિકલ એંકરની સાથે તમે તમારા ફોનને એક નવો લુક આપી શકો છો. આ માટે એક શાઇની પેપર લો અને તેને નૌટિકલ એંકર શેપમાં કટ કરી લો. કટ કરતી વખતે ધ્યાન રહે કે, આ પેપર તમારા મોબાઇલના કવરની સાઇઝ પ્રમાણે કટ કરવુ. હવે આ પેપરને ગ્લુની મદદથી તમારા મોબાઇલ કવરની પાછળ ચોંટાડી દો.
Repurposed Glitz
જો તમે ગ્લિટરવાળુ મોબાઇલ કવર બનાવવા ઇચ્છો તો તમે તમારા સિમ્પલ કવર પર ગ્લુવાળુ ગ્લિટર રાખો અને તેને થોડીવાર માટે સુકાવા દો. આમ, કરવાથી તમારા મોબાઇલની બેક સાઇડ બહુ જ મસ્ત લાગે છે.