આજે પણ ઘણી સ્ત્રી પીરિયડ્સ દરમિયાન અથાણાંને અડતી નથી. એ આવું કેમ કરે છે, એ એમને પોતાને પણ ખબર નથી. ઘરની વડીલ સ્ત્રીઓ આવું કરે છે એટલે એ પણ આ નિયમને અનુસરે છે. આખરે પીરિયડ્સના સમયે સ્ત્રીઓને અથાણાંને અડવાણી ના શા માટે પાડવામાં આવે છે?
પીરિયડ્સ દરમિયાન અથાણાંને અડવાની ના પાડવા પાછળ આ છે માન્યતા.
આપના દેશમાં આજે પણ ઘણી જગ્યાએ પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ કિચન, મંદિર, અથાણું, છોડ વગેરેને અડતી નથી. એવું માનવામાં આવે છે કે પીરિયડ્સ દરમિયાન જો સ્ત્રીઓ આ વસ્તુઓને અડકે તો એ વસ્તુઓ અશુદ્ધ થઈ જાય છે. આપના દેશમાં આજે પણ ઘણી જગ્યાએ પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ સાથે અછૂત જેવો વ્યવહાર કરવામાં આવે છે.
પીરિયડ્સ દરમિયાન અથાણું ન અડવા પાછળ આ છે હકીકત.
પહેલાના સમયના સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન કિચન, મંદિર, છોડ વગેરેને ન અડવા દેવા પાછળ કારણ હતા. એ સમયે સ્ત્રીઓ પાસે શૌચાલય, સેનેટરી પેડ, સાબુ વગેરેની સુવિધાઓ નહોતી. સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન કપડાનો ઉપયોગ કરતી હતી. એવામાં હાઈજિન જાળવી રાખવા માટે સ્ત્રીઓને કિચન, મંદિર, અથાણું, પાપડ વગેરેને અડવાની ના પાડવામાં આવતી હતી પણ લોકોએ ધીમે ધીમે એને અશુદ્ધ કહેવાનું શરૂ કરી દીધું. જો સ્ત્રીઓ સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે તો એમાં શુભ અશુભ જેવી કોઈ વાત જ નથી. પીરિયડ્સ દરમિયાન જો સ્ત્રીઓ હાઈજિનનું ખાસ ધ્યાન રાખે તો એ કોઈપણ વસ્તુને અડી શકે છે.
છોકરીઓ માને છે પીરિયડ્સને એક બીમારી.