Svg%3E

રાત્રીની સ્વસ્થ ઉંઘ લીધા બાદ તમને માત્ર સ્ફુર્તિલી સવાર જ નથી મળતી કે પછી તે માત્ર તમારી ત્વચાને જ કુદરતી ચમક નથી આપતી પણ તેનાથી તમારો આખો દીવસ સ્ફુર્તિલો પસાર થાય. પણ આ બધી જ ખુશી અને સારો મીજાજ જ્યારે તમે ઉઠીને અરીસામાં તમારા સુંદર ચહેરા પરના કદરૂપા ખીલ ને જુઓ છો ત્યારે ઉડી જાય છે. આ એવી સ્થિતિ હોય છે જ્યારે તમે તેનો ત્વરિત ઉપાય શોધવા ફાંફા મારવા લાગો છો. માટે જો તમને રોજ સવારે ઉઠીને આ સમસ્યા સતાવતી હોય તો આજનો અમારો લેખ તમારા માટે જ છે. આજના આ લેખમાં અમે તમારા માટે ખીલ દૂર કરવાના એવા 5 નુસખા લઈને આવ્યા છે જે ખુબ જ ઓછા સમયમાં તમારી આ સમસ્યાને દૂર કરવામાં તમારી મદદ કરશે. તમને હંમેશા એવી સલાહ આપવામાં આવે છે કે તમારે તમારા ચહેરા પરના ખીલને દૂર કરવા માટે હંમેશા કૂદરતી ઉપચાર જ અજમાવવો જોઈએ કારણ કે તેની બીજી કોઈ જ આડઅસર નથી હોતી અને તે લાંબાગાળે પણ તમને સારી અસર કરે છે.

ટૂથ પેસ્ટ

Does Toothpaste Get Rid of Pimples? | Be Beautiful India
image soucre

તમારી આંગળીના ટેરવા પર આવે તેટલું ટૂથપેસ્ટ લો અને તેને રાત્રે સુતી વખતે તમારા ખીલ પર લગાવો તેને આખી રાત તેમજ રહેવા દેવું અને બીજા દિવસે સવારે પાણીથી ધોઈ લેવું. તમે જોઈ શકશો કે તમારા ખીલ જતા રહેશે. નાક પર થતાં ખીલ માટે આ એક ખુબ જ ઝડપી ઉપાય છે. તમને કુતૂહલ થતું હશે કે ટૂથપેસ્ટમાં એવું તે શું હોય છે કે તે આટલી જલદી ખીલ પર અસર કરે છે. તો તે છે તેમાં રહેલી એન્ટિ-બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ. તે ખીલ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદરૂપ છે.

એસ્પિરિન

How to Get Rid of a Pimple – Cleveland Clinic
image soucre

બે એસ્પિરિન લો તેની ભુક્કી કરો અને તેમાં તેની પેસ્ટ બની શકે તેટલા થોડા પ્રમાણમાં પાણી ઉમેરો. આ તૈયાર થયેલી પેસ્ટને તમારા ખીલ પર વ્યવસ્થિત રીતે લગાવો જેથી કરીને તે કવર થઈ જાય. તેને આખી રાત ડ્રાય થવા દો અને ત્યાર બાદ સવારે ઉઠીને પાણી વડે ધોઈ લો. તમે જોઈ શકશો કે ચહેરા પરનો ખીલ ગાયબ થઈ ગયો હશે. તેમાં રહેલી એન્ટિ ઇનફ્લેમેટરી કાર્યપ્રણાલી ત્વચાને ખીલના કારણે થતી બળતરા, લાલાશ, સોજા તેમજ દુઃખાવામાં રાહત આપશે.

લીંબુનો રસ

Skin care Tips: ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે લીંબૂ, આ રીતે કરો તેનો ઉપયોગ - skin care tips lemon is beneficial for skin | TV9 Gujarati
image soucre

એક કાચના વાટકામાં લીંબુનો રસ નીચોવો તેમાં રૂનું પુમડું પલાળો. હવે તેને ચહેરા પરના ખીલ પર લગાવો. હવે તેને આખી રાત તેમ જ ધોયા વગર સુકાવા દો અને સવારે ઉઠીને પાણી વડે સાફ કરી લો. લીંબુનો રસ તમને પગ પર થતાં ખીલ માટે પણ સારો ઉપચાર પુરો પાડે છે. જો તમને પગમાં પણ ખીલ થતાં હોય તો ઉપર જણાવેલી પ્રક્રિયા પ્રમાણે તમે ત્યાં પણ લીંબુનો જ્યુસ લગાવી શકો છો. તે તમને ઘણી રાહત આપશે.

ઇંડાંની જરદી

ઇંડામાંથી ઇંડાની સફેદી અલગ કાઢી લો, હવે તે ઇંડાની સફેદીને તમારા હાથ વડે ચહેરા પરના ખીલ પર લગાવો, તેને આખી રાત સુકાવા દો અને સવારે હુંફાળા પાણી વળે ધોઈ લો. આમ કરવાથી તમારો ચહેરો ખીલ મુક્ત થશે.

લસણ

જાણો, ખાલી પેટ લસણ ખાવાથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે... | benefits of eating garlic will keep you always healthy
image socure

લસણની 2થી 3 કળી ફોલો અને તેને થોડા પાણીમાં 15 મીનીટ સુધી પલાળી લો. ત્યાર બાદ તેને ખીલ પર લગાવો, તેને તેમજ 20 મીનિટ સુધી રહેવા દો અને ત્યાર બાદ પાણી વડે ધોઈ લો.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju