બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝ માટે ચર્ચામાં છે. થોડા જ દિવસોમાં રિલીઝ થનારી આ ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. સાથે જ તેની સ્ટાર કાસ્ટ અને મેકર્સ પણ પોતાની મચ અવેટેડ ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત છે. આ ક્રમમાં નિર્માતાઓ ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જીએ ફિલ્મની રજૂઆત પહેલા બ્રહ્માસ્ત્રનો નવો પ્રોમો શેર કર્યો છે.
ફિલ્મના આ પ્રી-રિલિઝ પ્રોમોની શરૂઆતમાં દુષ્ટ શક્તિઓ બ્રહ્માસ્ત્ર મેળવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. જ્યારે મૌની રોય બ્રહ્માસ્ત્ર મેળવવા માટે બ્રહ્મદેવ પાસે આશીર્વાદ લેતી જોવા મળી હતી, તો અમિતાભ બચ્ચન રણબીર કપૂરને માર્ગદર્શન આપતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત આ પ્રોમો આલિયા, નાગાર્જુન વગેરે પણ દેખાયા હતા. એકંદરે કહી શકાય કે નવા પ્રોમોમાં કેટલાક રોમાંચક દ્રશ્યો, જબરદસ્ત એક્શન સિક્વન્સ અને મનને હચમચાવી નાખે તેવા વીએફએક્સ જોવા મળ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ પ્રી-રિલીઝ પ્રોમોની સાથે અયને કેપ્શનમાં લખ્યું, “ફિલ્મની ટિકિટ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. અમારો પ્રી-રિલીઝ પ્રોમો. રિલીઝ થવામાં 6 દિવસ બાકી છે. વિશ્વાસ નથી થતો કે ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું 3ડી વર્ઝન વધુ ખાસ હશે, આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે આવી રહી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મની ટીમે હૈદરાબાદમાં તેનું પ્રમોશન કર્યું હતું. આ દરમિયાન આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરણ જોહર, મૌની રોય, નાગાર્જુન અક્કીનેની, એસએસ રાજામૌલી અને જુનિયર એનટીઆર સહિત ફિલ્મની આખી ટીમ હૈદરાબાદ પહોંચી હતી.
ફિલ્મની વાત કરીએ તો અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર અને ગીતો આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા પૌરાણિક કથાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં દર્શકોને પ્રેમ, રોમાન્સ, થ્રિલર અને સસ્પેન્સ જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે બિગ બી અમિતાભ બચ્ચન, સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન અને લોકપ્રિય ટીવી અભિનેત્રી મૌની રોય પણ ચમકી રહ્યાં છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે હિન્દી 5 ભાષાઓ, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ પર રિલીઝ થશે.