આપણે ભારતીયો આ વખતે 26 જાન્યુઆરી, 2023ના રોજ આપણો 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આવો આજે અમે તમને જણાવીએ કે શું છે તેનો ઇતિહાસ અને શું છે ખાસ આ દિવસે, જાણો આખી કહાની…

26 જાન્યુઆરી, 1950ના રોજ ડો.રાજેન્દ્ર પ્રસાદે ભારતના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

1947માં દેશ આઝાદ થયો, પરંતુ તેનું પોતાનું બંધારણ નહોતું. 26 જાન્યુઆરી 1950ના રોજ દેશને તેનું બંધારણ મળ્યું હતું.

દેશ પર હવે કોઈ પણ વિદેશી સત્તાનું શાસન નહોતું. તેને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું, તેથી આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે.

દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબું બંધારણ છે, જેમાં 444 કલમોને 22 ભાગોમાં વહેંચવામાં આવી છે અને 12 અનુસૂચિમાં હજુ પણ 118 સુધારા કરવામાં આવ્યા છે.

તેને 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ અપનાવી હતી અને 1950માં અમલમાં આવી હતી.

દર વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં કોઈ એક રાષ્ટ્રના નેતાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો ૧૯૫૦ માં ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેનારા પ્રથમ મુખ્ય અતિથિ હતા.

રાજપથ પર પહેલી પરેડ 1955માં યોજાઈ હતી, જ્યારે પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મુહમ્મદ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

પ્રથમ પ્રજાસત્તાક દિવસની પરેડ ઇર્વિન એમ્ફિથિયેટરમાં યોજાઇ હતી, જેમાં 3000 સૈનિકો અને 100થી વધુ વિમાનોએ ભાગ લીધો હતો.

ઇરવીન એમ્ફિથિયેટર હવે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે.

દેશના ઇતિહાસમાં 26 જાન્યુઆરી પણ એક મહત્વપૂર્ણ તારીખ છે કારણ કે 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બ્રિટિશ શાસનના ડોમિનિયન દરજ્જાનો વિરોધ કર્યો હતો અને પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી.

પરેડ માર્ચમાં ભાગ લેનાર સેનાના દરેક સભ્યએ તપાસના ચાર તબક્કા પાર કરવાના હોય છે, તેમના હથિયારોનું પણ કડક નિરીક્ષણ કરવામાં આવે છે.

આ દિવસે ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, ત્યારબાદ 21 તોપોની સલામી આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિને રાષ્ટ્રને સંબોધન કરે છે, જ્યારે વડા પ્રધાન સ્વતંત્રતા દિવસ પર સંબોધન કરે છે.