પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમની સાથે-સાથે થોડી બોલાચાલી થવી પણ ખૂબ જ જરૂરી છે. પતિ-પત્ની વચ્ચે જો તકરાર ના થાય તો એ સંબંધો કંઇ જ કામના નથી એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. પાર્ટનરની વચ્ચે જેટલા ઝઘડા થાય તેટલા જ તેમની વચ્ચેના પ્રેમના સંબંધો મજબૂત થાય છે. જો કે ઘણા કપલ વચ્ચે બહુ સારી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે તો ઘણા કપલ વચ્ચે એટલું સારુ ટ્યુનિંગ હોતુ નથી.
આમ, દરેક કપલ વચ્ચે બોલાચાલી થવી એ એક સામાન્ય બાબત છે પરંતુ તે ઝઘડો વધુ પ્રમાણમાં વધી જાય તે બાબત પર પણ ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પતિ અને પત્નીમાંથી એક વ્યક્તિ જો વધારે સમજદાર હોય તો લાઇફ એન્જોય કરવાની મજા જ કંઇક અલગ આવતી હોય છે. આમ, જો તમે તમારા પતિને વશમાં રાખવા ઇચ્છતા હોવ તો આ ટિપ્સ તમે પણ આજથી ફોલો કરો..
મેણાં-ટોણાં નહિં, પ્રેમથી લાવો કોઇ પણ વાતનો ઉકેલ
પિયર કે સાસરીમાં જો કોઇ બોલાચાલી થાય તો તેના માટે તમારા પતિને જવાબદાર ગણશો નહિં. કારણકે ઘણી પત્નીઓની આદત એવી હોય છે કે, તેઓના સાસરીમાં તેમજ પિયરમાં જો કોઇ પણ પ્રકારની બોલાચાલી થાય તો તેનો સીધો જ આક્ષેપ તે તેમના પતિ પર લગાવતા હોય છે, જેથી કરીને પતિ ખૂબ જ ગુસ્સે થઇ જાય છે અને તેમનો વાંક ના હોવાને કારણે તેમના મનમાં દુ:ખ થાય છે. જો કે આવું વારંવાર થવાને કારણે પતિનો સ્વભાવ પણ ધીરે-ધીરે ગુસ્સાવાળો થઇ જાય છે.
શક કરવાથી થાય છે ઝઘડાઓ
પત્નીને હંમેશા એ વાતનો ડર રહેતો હોય છે ક્યાંક તેમનો પતિ તેને દગો ના આપે. જો કે નાની-નાની બાબતોમાં શક કરવાથી પતિ-પત્ની વચ્ચે તકરાર થવા લાગે છે. આમ, શક એ બહુ જ ખરાબ વસ્તુ છે. ઘણા કપલ એવા પણ હોય છે કે, જેઓ એકબીજા પર વધુ શક કરવાને કારણે તેમની વાત ડાઇવોર્સ સુધી પહોંચી જાય છે. જો કે તમારી આ શક કરવાની બાબત પર પતિનો સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો થઇ જાય છે. આ માટે જરૂરી છે કે, તમે તમારા પતિ પર શક ના કરો અને તમે તેમની પર વિશ્વાસ રાખો. કહેવાય છે કે, વિશ્વાસથી માણસ કોઇ પણ વાતને જીતી શકે છે.