બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને એક્ટિંગની સ્કૂલ માનવામાં આવે છે. બિગ બીએ હિન્દી સિનેમાને વિશ્વ મંચ પર એક અલગ ઓળખ આપી છે. 1969માં પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ બાદથી તેમણે ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના રોલ કર્યા છે. બિગ બીએ સેંકડો ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પરંતુ, કેટલીક ફિલ્મોમાં તેણે સપોર્ટિંગ રોલ પણ કર્યા છે. પરંતુ, પોતાના શાનદાર અભિનયથી તેમણે સહાયક ભૂમિકાઓ પણ એટલી ગંભીરતાથી ભજવી કે તેમણે મુખ્ય પાત્રોને ઢાંકી દીધા. આ પાત્રો બિગ બીની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયા હતા. આવો જાણીએ તેમની આવી જ ફિલ્મો વિશે…
આનંદ (૧૯૭૧)
ઋષિકેશ મુખર્જીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને રાજેશ ખન્ના સાથે સ્ક્રીન શૅર કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ડો.ભાસ્કર બેનર્જીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં પોતાના રોલ માટે બિગ બીને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
નમક હરામ (૧૯૭૩)
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન રાજેશ ખન્ના સાથે દેખાયા હતા. બિગ બીનો રોલ ફેન્સને ખૂબ પસંદ આવ્યો હતો. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને રઈસ મિલના માલિકના પુત્ર વિક્રમ મહારાજ ઉર્ફે વિક્કીનો રોલ કર્યો છે. ઋષિકેશ મુખર્જીની આ ફિલ્મે અમિતાભ બચ્ચનની કારકિર્દીને સાતમા આસમાને પહોંચાડી હતી.
મોહબ્બતેઈન (૨૦૦૦)