રોમમાં ત્રીજી શતાબ્દીમાં સમ્રાટ કલોડિયસનું શાસન હતું. સમ્રાટ કલોડિયસ મુજબ વિવાહ કરવાથી પુરુષોની શક્તિ અને બુધ્ધિ ઓછી થાય છે. સમ્રાટ કલોડિયસે આદેશ કર્યો કે તેના કોઈ સૈનિક કે કોઈ અધિકારી વિવાહ કરશે નહિ. સંત વેલેન્ટાઇનએ આ ક્રૂર આદેશનો વિરોધ કર્યો.
સંત વેલેન્ટાઇનના આહ્વાન પર અનેક સૈનિકો અને અધિકારીઓએ વિવાહ કર્યા. છેલ્લે સમ્રાટ કલોડિયસે ૧૪ ફેબ્રુઆરી, ૨૬૯ના દિવસે સંત વેલેન્ટાઇનને ફાંસી પર ચઢાવી દીધા. ત્યાર થી સંત વેલેન્ટાઇનની યાદમાં પ્રેમ દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. અહિયાં હવે પ્રેમીઓના નામે લખવામાં આવેલ વેલેન્ટાઇનનો પત્ર..
પ્રેમ કરવાવાળાઓને મારા સલામ,
હું આપના બધાનો વ્હાલો વેલેન્ટાઇન. ૧૪ ફેબ્રુઆરી આજે મારો દિવસ છે ‘વેલેન્ટાઇન ડે’. મારી હજી એક વરસી, પ્રેમની યાદમાં સમર્પિત એક હજી ૧૪ ફેબ્રુઆરી. મે જ્યારે રોમના યુવાનોની ચોરીછૂપી વિવાહ કરાવ્યા તો ક્યારેય વિચાર્યું ના હતું કે મારી આ ચોરી એક દિવસ આવો રંગ લાવશે. મે જ્યારે જેલરની દીકરીને પ્રેમ સંદેશ આપ્યો તો મે એ પણ ના હોતું વિચાર્યું કે આ સંદેશને સદીઓ સુધી પેઢીઓ દોહરાવશે.
મે ના હોતું વિચર્યુ કે જે રાતમાં હું પકડાઈ ગયો તે રાતે જે જોડીના મે વિવાહ કરાવ્યા તેમની સાથે પ્રેમ પણ હમેશા- હમેશા માટે આઝાદ થઈ જશે. મે આ પણ ના હોતું વિચાર્યું કે જે વાતો મે જેલરની દીકરી સાથે કલાકો બેસીને કરી, તે આવી દાસ્તાન બની જશે જે ભલેને કલમ થી નથી લખાઈ પરંતુ બધાની દિલમાં કસક બનીને જીવિત રહેશે.
પરંતુ મે આ ક્યારેય ના હોતું વિચાર્યું કે મારો આ પ્રેમ વર્ષ ૨૦૨૦ સુધી આવતા આવતા મોબાઈલ અને ઈન્ટરનેટનો પ્રેમ બની જશે. મે આ પણ ન હતું વિચાર્યું કે પ્રેમ મોંઘા ગુલાબોની સુગંધમાં ખોવાઈ જશે. મે આ પણ ન હતું વિચાર્યું કે પ્રેમ બાઇક પર ફરવાની મજા થઈ જશે. મે ન હતું વિચાર્યું કે પ્રેમ પિક એન્ડ ડ્રોપ ફેસીલીટી બની જશે. મે આ પણ ના હતું વિચાર્યું કે પ્રેમ કલોડિયસની જેલ થી છૂટીને રાજનીતિની ગિરફતમાં આવી જશે.