સલમાન ખાનને બોલિવુડના સૌથી વધારે કમાણી કરતા અભિનેતાઓમાંથી એક ગણવામાં આવે છે. સાથે સાથે ચેરિટી કરવામાં પણ સલમાન ખાનનું નામ મોખરે છે. 54 વર્ષના સલમાન ખાન આજે પણ પોતાના માતાપિતા સાથે જ રહે છે. તમને ખબર જ છે કે સલમાન ખાને હજી લગ્ન નથી કર્યા.એમનો આખો પરિવાર એક જ એપાર્ટમેન્ટમાં રહે છે. તો ચાલો આજે અમે તમને સલમાન ખાનના ઘરની અંદરની તસવીરો બતાવીએ.
આ સલમાન ખાનના ઘરની બહારની તસવીર છે. એમના એપાર્ટમેન્ટનું નામ ગેલેક્સી છે. આ એપાર્ટમેન્ટ સલમાન ખાનનું ઘર હોવાને કારણે ઘણું જ પ્રખ્યાત છે.
ઘરની બાલ્કનીમાં ઘણીવાર સલમાન ખાન પોતાના પ્રશંસકોની મુલાકાત કરવા બહાર આવે છે. ખાસ કરીને ઈદ, દિવાળી જેવા તહેવાર કે પછી એમના જન્મદિવસે સલમાન ખાન બાલ્કનીમાંથી પ્રશંસકોનું અભિવાદન સ્વીકાર કરે છે. એવા અવસર પર એપાર્ટમેન્ટની બહાર લોકોની ભારે ભીડ એકઠી થઈ જાય છે.
સલમાન ખાન પહેલેથી જ પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. એમને વર્કઆઉટ કરવું ખૂબ ગમે છે. એટલે સલમાન ખાને પોતાના ઘરની અંદર જ જિમ બનાવી રાખ્યું છે જ્યાં સલમાન જ્યારે પણ નવરા હોય છે ત્યારે વર્કઆઉટ કરવા પહોંચી જાય છે.
આ તસવીરમાં અરબાઝ ખાનના દીકરા અરહાન સાથે સલમાન ખાને મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. એ દરમિયાન એમની પાછળની બાજુએ પરિવારના અન્ય સભ્યો પણ દેખાઈ રહ્યા છે જે ટેબલ પર બેસીને જમી રહ્યા છે. સલમાનની બહેન અર્પિતા પણ નજરે પડી રહી છે.
આ તસવીરમાં અર્પિતાના દીકરા આહિલ સાથે સલમાન ખાન દેખાઈ રહ્યા છે.ઘરના આ ખૂણામાં બધા જ ધર્મો સાથે જોડાયેલા પ્રતીક છે. અહીંયા સલમાન ખાનની પાછળ હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે ધર્મોના પ્રતીક દેખાઈ રહ્યા છે.