Svg%3E

સ્ટાઈલીશ બેક બ્લાઉઝ

સ્ટાઈલીશ બ્લાઉઝ સાડીથી લઈને લહેંગા સુધીની સુંદરતાને ડબલ વધારો કરી દે છે. તો જો આપ પણ બ્લાઉઝની શોધ કરી રહ્યા છો તો અહિયાં આપવામાં આવેલ વિકલ્પો પણ આપને જરૂરથી પસંદ આવશે.

Svg%3E
image source

લગ્ન કે કોઈ અન્ય પ્રસંગનું આમંત્રણ મળતા જ મહિલાઓનું દિમાગ તરત જ પોતાના વોર્ડરોબ તરફ ચાલ્યું જાય છે અને વિચારવા લાગે છે કે, કયું આઉટફીટ આવા અવસર પર પહેરવા માટે સારું રહેશે. સાડી અને લહેંગાના વિકલ્પ એવા છે જે ક્યારેય પણ કેરી કરી શકાય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગના અવસર માટે તો એવરગ્રીન ટ્રેંડ છે. પરંતુ બદલતા સમયની સાથે ફેશનમાં પણ કેટલાક પ્રકારના પરિવર્તન આવતા રહે છે. જેમાં પહેલા ધ્યાન ફક્ત અલગ અલગ પ્રકારની ડિઝાઈનર સાડીઓ પર હોતું હતું. ત્યાં જ હવે તેની સાથે પહેરવામાં આવતા બ્લાઉઝ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફ્રંટથી લઈને બેક સાઈડ સુધીમાં લેડીઝ કેટલાક પ્રકારના એક્સ્પરીમેન્ટ કરીને બ્લાઉઝને સ્ટાઈલીશ ટચ આપતી રહે છે. તો જો આપ પણ ઇન્ટરનેટ પર બ્લાઉઝની બેક ડીઝાઇન શોધી શોધી થાકી ગયા છો તો આજે અમે આપના માટે કેટલીક ચુનિંદા સ્ટાઈલીશ બેક ડીઝાઇન પ્રસ્તુત કરી રહ્યા છીએ.

વી કટ એમ્બેલિશ્ડ બેક બ્લાઉઝ :

Svg%3E
image source

માર્કેટમાં મળતા હેવી એમ્બેલિશ્ડ ફેબ્રિક માંથી કઈક એવી રીતેનો બ્લાઉઝ સ્ટીચ કરાવવો. ગોલ્ડન, સિલ્વર કલર એવરગ્રીન હોય છે પરંતુ જો આપને પાર્ટીમાં કોઈ ખાસ કલર પહેરવાના છો તો એમાં પણ આ સ્ટાઈલ ટ્રાય કરી શકો છો. આ પ્રકારના ફેબ્રિકમાં ફીટીંગ થોડું લુઝ જ રહે છે એટલા માટે સાડી કે લહેંગાની સાથે કેરી કરવાની અન્ય વસ્તુઓ જેવી કે, જ્વેલરી, હેર સ્ટાઈલને પરફેક્ટ રાખો. જેનાથી અન્ય વ્યક્તિઓની સાથે આપનું પણ ધ્યાન વારંવાર ફીટીંગ પર જાય નહી.

ક્રોસ બેક બ્લાઉઝ :

જો કે, બ્લાઉઝની આ બેક ડીઝાઇન નવા ટ્રેંડમાં નથી તેમ છતાં આજે પણ લેડીઝની ફેવરેટ ડીઝાઈન્સ માંથી એક ડીઝાઇન છે. આ બેક બ્લાઉઝ ડીઝાઇન સાડી હોય કે પછી લહેંગા- ચોલી બંને પર ખુબ જ સરસ લાગે છે. હા પહેલા આ સ્ટાઈલમાં ક્રોસ ડીઝાઈનને ખુબ ટાઈટ રાખવામાં આવતું હતું ત્યાં જ હવે આ ક્રિસ ક્રોસ ડીઝાઈનને થોડું ઢીલું રાખવામાં આવી રહ્યું છે જેનાથી આ જોવામાં થોડું અલગ અને વધારે સ્ટાઈલીશ જોવા મળે છે.

વાઈડ ઓપન એમ્બ્રોયડેડ બેક બ્લાઉઝ :

વાઈડ ઓપન એમ્બ્રોયડેડ બેક બ્લાઉઝ ડીઝાઇન જોવામાં ખુબ જ ખુબસુરત અને સ્ટાઈલીશ લાગવાની સાથે જ ઋતુ મુજબ પણ યોગ્ય છે.

ફ્રીંજેજ બેક બ્લાઉઝ :

Svg%3E
image source

ફ્રીંજેજ બેક બ્લાઉઝ ડીઝાઇન સ્લીવ્સમાં તો આપણે ફ્રીંજેજ ઘણીવાર ટ્રાય કરી હશે તો હવે આ વખતે આ જ ફ્રીંજેજને બ્લાઉઝ બેકમાં ટ્રાય કરવાની છે. આ ડીઝાઇન કઈક એવી રીતેના ડીઝાઇનના બ્લાઉઝની સાથે જોડી બનાવો આ વખતે પોતાની સાડી.

ગોટા- પટ્ટી બેક બ્લાઉઝ :

Svg%3E
image source

ગોટા- પટ્ટી બેક બ્લાઉઝ ડીઝાઈન ક્રિસ- ક્રોસની જ પેટર્ન છે પરંતુ ગોટા- પટ્ટીનો ઉપયોગ કરવાની સાથે જ ખુબ જ યુનિક લુક આપે છે.

શીયર એમ્બેલિશ્ડ બેક બ્લાઉઝ :

Svg%3E
image source

ખરેખરમાં, શીયર એમ્બેલિશ્ડ બેક બ્લાઉઝ ડીઝાઇન આપના પુરેપુરા લુકને ખુબસુરતની સાથે જ ગ્લેમરસ પણ બનાવશે. પ્રયત્ન કરવો કે એમાં બેક જ નહી ફ્રંટ નેક પણ વધારે ડીપ રાખવું નહી.

કોલ્ડ શોલ્ડર જીપ બેક બ્લાઉઝ :

Svg%3E
image source

ટોપમાં જ નહી બ્લાઉઝમાં પણ કોલ્ડ શોલ્ડરનો ઓપ્શન હોય છે આ ડીઝાઈન આપના બ્લાઉઝને પરફેકશનની સાથે જ ગ્લેમરનો તડકો લગાવવા માટે એક જીપ મુકાવવામાં આવે છે આ બ્લાઉઝમાં આપને સ્ટાઈલની સાથે જ જીપની મદદથી સારું ફીટીંગ પણ મળે છે.

નોટેડ બેક બ્લાઉઝ :

Svg%3E
image source

લગ્ન પ્રસંગમાં આ પ્રકારની ડીઝાઇન દુલ્હનની ફ્રેન્ડ અને બહેન પર પણ લગ્નમાં વધારે ધ્યાન આપવામાં આવે છે તો પોતાની સ્ટાઈલના જલવાને જાળવી રાખવા માટે નોટેડ બેક બ્લાઉઝની સાથે સાડી કે પછી લહેંગા ચોલીની ટીમઆપ કરવો અને પછી જોવો દરેકની નજર ફક્ત આપની પર આવીને જ અટકશે.

સ્ટ્રીંગ બેક બ્લાઉઝ :

ઓફીશીયલ પ્રસંગો પર પહેરવામાં આવતી સાડી છે તો ફ્રંટ ડીપ નેક વાળા બ્લાઉઝનો વિચાર કોઇપણ પ્રકારથી યોગ્ય છે નહી. આવામાં આપે સ્ટાઈલીશ દેખાવા માટે આવા પ્રકારના સ્ટ્રીંગ બેક બ્લાઉઝનો વિકલ્પ આપના માટે યોગ્ય વિકલ્પ છે.
શીયર ફલોરલ બેક બ્લાઉઝ :

Svg%3E
image source

આ બ્લાઉઝની ડીઝાઇન અત્યંત ખુબસુરત લાગે છે સાડી હોય કે લહેંગા ચોલી કોઈની પણ સાથે. શીયર ફેબ્રિક હોવાના કારણે પૂરું ધ્યાન એમ્બ્રોયડરી પર રાખવાનું હોય છે. આ બ્લાઉઝ ખુબ જ એલીગંટ રીતે આપ એમાં સ્કીન શો કરી શકો છો.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju