ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. બોલિવૂડ અને ભારતીય ક્રિકેટર્સ વચ્ચે હંમેશા સંબંધ રહ્યો છે. ભારતના ઘણા મહાન ખેલાડીઓએ બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.
કેએલ રાહુલ ઘણા સમયથી આથિયા શેટ્ટીને ડેટ કરી રહ્યો છે. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. આ પછી આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. આથિયા ઘણી વખત સ્ટેડિયમમાં ચિયર કરતી જોવા મળી છે. આથિયાએ હીરો ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.
વિરાટ કોહલીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેણે વર્ષ 2017માં ભારતીય અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેને વામિકા નામની પુત્રી છે. બંને આજે ફેમસ કપલ છે.
ભારતીય ટીમને 2007ના ટી-20 વર્લ્ડ કપ અને વન-ડે વર્લ્ડકપ 2011માં પોતાના દમ પર કમાનાર યુવરાજ સિંહે 2016માં હેઝલ કીઝ સાથે લગ્ન કર્યા હતા. હેઝલ બોડીગાર્ડ અને બિલ્લા જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
હરભજન સિંહે 2015માં ગીતા બસરા સાથે લગ્ન કર્યા હતા. ગીતા ઝીલા ગાઝિયાબાદ અને સેકન્ડ હેન્ડ જવાની જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલીવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચને પોતાનું દિલ આપી દીધું હતું. તેણે 2020 માં સર્બિયનમાં જન્મેલી અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા અને તેમને અગસ્ત્ય નામનો એક પુત્ર છે. નતાશા સત્યાગ્રહ અને એક્શન જેક્સન ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.