સૂર્યપુત્ર શનિ દેવ વિષે કહેવામાં આવે છે કે, શનિ દેવનો સ્વભાવ ખુબ ગુસ્સા વાળો છે અને ગ્રહદશા કોઈને પણ બરબાદ કરી શકે છે. પરંતુ આવું બધાની સાથે થતું નથી. શનિદેવ ફક્ત એવા વ્યક્તિઓને જ તકલીફ આપે છે, જે વ્યક્તિઓના કર્મ સારા હોતા નથી.
શનિદેવ ન્યાયના દેવતા છે આ જ કારણ છે કે, ભગવાન શિવએ શનિદેવને નવગ્રહોમાં ન્યાયાધીશનું કાર્ય સોપવામાં આવ્યું છે. પરંતુ શું આપ જાણો છો કે, તેઓ શનિદેવ જેમના પ્રકોપથી આખી દુનિયા ભયભીત છે તેવા શનિદેવ પોતે પણ આ પાંચથી ભય પામે છે…
એટલા માટે તલથી પૂજા થાય છે શનિદેવની.:
પૌરાણિક કથાઓમાં જણાવવામાં આવ્યું છે કે, શનિ મહારાજ ભગવાન સૂર્ય અને સૂર્ય દેવની બીજી પત્ની છાયાના પુત્ર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એકવાર ગુસ્સામાં સૂર્યદેવએ પોતાના જ પુત્ર શનિને શ્રાપ આપીને તેમના ઘરને બાળી નાખ્યું હતું. ત્યાર પછી સૂર્ય દેવને મનાવવા માટે શનિએ કાળા તલથી પોતાના પિતા સૂર્યની પૂજા કરી તો સૂર્યદેવ પ્રસન્ન થયા. આ ઘટના બની ગયા પછી તલથી શનિદેવ અને શનિદેવના પિતા સુર્યદેવની પૂજા કાળા તલથી થવા લાગી.
હનુમાનજીથી ડરે છે શનિદેવ.:
માનવામાં આવે છે કે, શનિદેવ પવનપુત્ર હનુમાનજીથી પણ ખુબ જ ડરે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે, હનુમાનજીના દર્શન અને હનુમાનજીની ભક્તિ કરવાથી શનિ ગ્રહના બધા દોષ સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ હનુમાનજીની નિયમિત રીતે પૂજા કરે છે, તો એમના પર શનિની ગ્રહદશાનો કોઈ ખાસ પ્રભાવ પાડી શકતો નથી.