અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા પાસે આમ તો ઘણા બધા બંગલા છે. તેમ છતાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા, દીકરા વિઆન રાજ કુન્દ્રા અને દીકરી સમિષા રાજ કુન્દ્રાની સાથે મુંબઈ શહેરના જુહુ વિસ્તારમાં આવેલ સી- ફેસિંગ બંગલા ‘કિનારા’માં રહે છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રાજ કુન્દ્રાનું ઘર ‘કિનારા’ ખુબ જ શાનદાર છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો ‘કિનારા’ બંગલો જુહુ નજીક આવેલ છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, હું હંમેશાથી જ એવું ઈચ્છતી હતી કે, પોતાની પાસે એક સી- ફેસિંગ ઘર હોય. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ કહ્યું હતું કે, હું હાલમાં જ્યાં રહું છું તે ખરેખરમાં મારું ડ્રીમ હાઉસ છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ડ્રીમ હાઉસ બંગલા ‘કિનારા’નું ઈન્ટીરીયર ડેકોરેશન અભિનેતા ઋતિક રોશનની પત્ની સુઝૈન ખાન દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યું છે.
શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ‘કિનારા’ બંગલોમાં ફેંગશુઈ અને વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘરના પ્રવેશદ્વાર પર એક સોનેરી હેન્ડલ લગાવવામાં આવ્યું છે. ત્યાં જ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ડ્રીમ હાઉસ ‘કિનારા’ બંગલોની સીલીંગ વિષે વાત કરીએ તો ‘કિનારા’ બંગલાની સીલીંગની ઊંચાઈ ૧૪ ફૂટ જેટલી છે.
કેટલાક વર્ષો પહેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના બર્થ ડે પર રાજ કુન્દ્રાએ લંડનમાં એક ભવ્ય બંગલો ભેટમાં આપ્યો હતો. રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટી કુન્દ્રાને ભેટમાં આપેલ બંગલાનું નામ રાજ મહલ છે.