Svg%3E

17 મી સદીના એક યોદ્ધા લચિત બોરફુકન જેને “ચાઉ લસિત ફુકનલુંગ” ના નામથી ઓળખવામાં આવે છે. ઇતિહાસમાં તેને પૂર્વોત્તર ભારતના શિવાજી પણ કહેવાય છે. તેઓ યુદ્ધકલામા પારંગત હતા અને તેમણે મુગલ સામ્રાજ્ય સામે પણ નિર્ણાયક લડાઈ લડી હતી જેને કારણે તેને આજે પણ યાદ કરવામાં આવે છે. જો કે આ ભારતીયઇ યોદ્ધાનું કોઈ ચિત્ર ઇતિહાસમાં નોંધાયેલું નથી પરંતુ કહેવાય છે કે તેનો ચેહરો પહોળો હતો અને પૂર્ણિમાના ચંદ્ર જેવો દેખાતો હતો. ઇતિહાસમાં નોંધાયેલા તેઓના કારનામા વિષે થોડી વિસ્તૃત વાત કરીએ.

Lachit Borphukan The Hero of Saraighat Battle
image socure

અસલમાં લચિત બોરફુકન અસમના અહોમ સામ્રાજ્યના એક સેનાપતિ હતા. તેમના સમયમાં જયારે મોટા મોટા સામ્રાજ્યો અને રાજાઓએ પણ મુગલ સામ્રાજ્ય સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા ત્યારે આ સેનાપતિએ 1667 ઈસ્વીમાં મુગલ સામ્રાજ્યના સમ્રાટ ઓરંગઝેબને પડકાર ફેંક્યો હતો અને મુગલ સેનાને હરાવી પણ હતી.

Lachit Borphukan The Hero of Saraighat Battle
image socure

1671 ઈસ્વીમાં મુગલ સામ્રાજ્ય અને અહોમ સામ્રાજ્ય વચ્ચે લડાઈ થઇ હતી અને આ લડાઈ ઇતિહાસમાં “સરાઈઘાટ યુદ્ધ” ના નામથી નોંધાઈ હતી. લડાઈનું મુખ્ય કારણ એ હતું કે લચિત સામ્રાજ્યએ ગુવાહાટી પર ફરીથી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું અને હવે ફરી એક વખત મુગલ તેના પર કબ્જો કરવા માંગતા હતા. આ માટે મુગલ સામ્રાજ્યએ અહોમ સામ્રાજ્ય સામે યુદ્ધ કરી નાખ્યું હતું. અને પોતાની સેનામાં 30000 સૈનિકો, 15000 તીરંદાજ, 18000 ઘોડેસવારો, 5000 બંદુકચી અને 1000 થી વધુ તોપો અને હોડીઓનો કાફલો લઇ ચડાઈ કરી હતી. તેમ છતાં લચિત સેનાપતિ સામે તેઓની રણનીતિ સફળ ન રહી અને તેને હારનો સામનો કરવો પડ્યો.

Lachit Borphukan The Hero of Saraighat Battle
image socure

કહેવાય છે કે લચિત બોરફુકનએ ફક્ત પોતાની સેના મુગલ સામ્રાજ્યને હરાવી દે એ માટે થઈને પોતાના જ મામાની હત્યા કરી નાખી હતી. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે. અસલમાં લચિત બોરકૂકને પોતાના સૈનિકોને એક જ રાત્રિમાં દીવાલ બનાવવાનો આદેશ આપ્યો હતો અને આ કામ પર દેખરેખ રાખવા માટે તેણે પોતાના મામાને ફરજ સોંપી હતી. બીમાર હોવા છતાં લચિત જયારે આ કામની તપાસ કરવા પહોંચ્યા તો તેમણે જોયું કે બધા સૈનિકો નિરાશા અને હતાશ થઈને બેઠા હતા કારણ કે તેઓ એવું માનતા હતા કે સૂર્યોદય પહેલા આ દિવાલનું કામ કરી જ નહિ શકે.

આ દ્રશ્ય જોઈ લચિતને તેના મામા પર ખુબ ગુસ્સો આવ્યો કારણ કે તેઓ સૈનિકોને કામ કરવાનો ઉત્સાહ ભરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં લાંચિતે પોતાની તલવાર કાઢી અને એક જ ઝાટકે પોતાના મામાનું ગળું ધડથી અલગ કરી નાખ્યું. બાદમાં પોતે જ સૈનિકોમાં ઉત્સાહનો એવો સંચાર કર્યો કે તેઓએ સૂર્યોદય પહેલા જ દીવાલ બનાવી નાખી. અને તેના કારણે જ તેઓને યુદ્ધમાં વિજય મળ્યો.

Lachit Borphukan The Hero of Saraighat Battle
image socure

લચિત બોરફુકનના પરાક્રમ અને સરાઈઘાટ યુદ્ધમાં અસમિયા સેનાના વિજયને યાદ રાખવા માટે અસમમાં દર વર્ષે 24 નવેમ્બરે લચિત દિવસ મનાવવામાં આવે છે. લચિતના નામ પરથી જ નેશનલ ડિફેન્સ એકેડમીમાં બેસ્ટ કેડેટ મેડલ પણ આપવામાં આવે છે જેને લચિત મેડલ કહેવામાં આવે છે.

Like this:

Svg%3E

By Gujju