હિન્દૂ ધર્મમાં બધા જ શુભ કાર્યમાં શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે. ગૃહ પ્રવેશ હોય, લગ્ન હોય કે પછી અન્ય શુભ કાર્યોમાં કળશ પર શ્રીફળ રાખવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરતાં પહેલાં શ્રીફળ વધેરવામાં આવે છે.
શ્રીફળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે શ્રીફળ ખૂબ જ ઊંચાઈ પર થતા હોવાના લીધે અને એની ઉપરનું પડ ખૂબ જ સખત હોવાના કારણે આ ફળને કોઈ પશુ કે પક્ષી એઠું નથી કરી શકતું. એટલે એનો ઉપયોગ પૂજા અનુષ્ઠાનમાં કરવામાં આવે છે.
તમે એ વાત પર ધ્યાન આપ્યું હશે કે શ્રીફળ ફક્ત પુરુષો જ વધેરે છે, સ્ત્રીઓને શ્રીફળ વધેરવાની ના પાડવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે સ્ત્રીઓ કેમ શ્રીફળ નથી વધેરતી? તો ચાલો જાણી લઈએ.
આ કારણસર સ્ત્રીઓ નથી વધેરતી શ્રીફળ.
શ્રીફળ વધેરવું એ બલીનું પ્રતીક માનવામાં આવે છે. અને પરંપરાગત રીતે શ્રીફળને નવી સૃષ્ટિના સર્જનનું બીજ માનવામાં આવે છે અને એને પ્રજનન સાથે જોડીને જોવામાં આવે છે. સ્ત્રીઓને જ ઈશ્વરે સંતાનને જન્મ આપવાની શક્તિ આપી છે એટલે સ્ત્રીઓને ઉત્પતિના કારક માનવામાં આવે છે, આ જ કારણ છે કે સ્ત્રીઓ શ્રીફળ નથી વધેરી શકતી. જાણો કેમ વધેરવામાં આવે છે શ્રીફળ.
નવા કાર્યની શરૂઆત કરતા પહેલા શ્રીફળ વધેરવા પાછળ આવી છે માન્યતા.